ગોધરા: ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ના કહેર વચ્ચે ચાંદીપુરમ રોગથી બે બાળકોના મોંત થતા આરોગ્ય વિભાગ તંત્ર દોડતું થયું હતુ. આરોગ્ય વિભાગની ટીમે સામલી બેટીયા અને સણસોલી ગામે સર્વેલસન્સની કામગીરી કરી હતી. બે બાળકોના મૃત્યુ કરનાર ચાંદીપુરમ વાયરસ સેન્ડ ફ્લાય માખીથી થયા છે.સાથે જિલ્લામાં ડેન્ગ્યુના 6 શંકાસ્પદ દર્દી પણ મળી આવતા આરોગ્ય વિભાગ તંત્ર હવે ગ્રામીણ વિસ્તારમાં વધુ કેસો આવે નહી તે માટેની કાર્યવાહી કરે તે જરૂરી છે.
ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં કોરોના કહેર વચ્ચે ત્રીજી લહેરાવવાની શક્યતાને લઈને આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે જિલ્લામાં અન્ય રોગનો ફેલાવો થઇ રહ્યો છે. હાલ ચોમાસાની સિઝન હોવાથી ગામડાઓમાં મકાનોની ભેજવાળી માટીની દિવાલમાં રેતાળ માંખીનો વાસ થવાથી ચાંદીપુરમ વાયરસ ફેલાઇ રહ્યો છે.ખતનાક ચાંદીપુરમ વાયરસ મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાંથી ઉત્પતી થઇ હોવાથી આ વાયરસને ચાંદીપુરમ નામથી ઓળખાય છે. ચાંદીપુર વારયસ રેતી માંખી(સેન્ડ ફ્લાય)થી ફેલાય છે. તે બેથી 3 ફુટ જેટલું ઉડી શકે છે.
આ સફેદ કલરની રેતી માંખી 0 થી 14 વર્ષને કરડાવાથી બાળકને તાવ, ખેંચ બાદ બેભાન થઇ જાય છે. જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસમાં ચાંદીપુરમની ચપટમાં બે બાળકો આવી જતાં બાળકોના મોંત થયા હતા. ગોધરા તાલુકાના સામલી બેટીયા અને કાલોલ તાલુકાના સણસોલી ગામમાં ચાંદીપુરમ વાયરસથી બે બાળકોના મોંત થતાં જિલ્લાનું આરોગ્ય વિભાગ તંત્ર ગામ ખાતે પહોચીને દવાનો છંટકાવ અને માટીની દિવાલની તિરાળો પુરી દલને સર્વેલન્સની કામગીરી કરી હતી.
સાથે તે ફળીયાના આસપાસના ધરોમાં બાળકો સહીત તમામ હેલ્થ ચેકઅપ કરતાં એક પણ અન્ય ચાંદીપુરમનો લક્ષણ મળી ન આવતા આરોગ્ય વિભાગ તંત્રને થોડી રાહત થઈ હતી. ચાંદીપુરમ વાયરસની કોઇ રસી ન હોવાથી તેમાં સાવચેતી જરૂરી છે. ત્યારે જિલ્લાના આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની વી ટીમો બનાવીને રોગચાળો ફેલાય નહીં તે માટે જરૂરી કાર્યવાહી સાથે જનજાગૃતિ સંદેશો ફેલાવે તે અત્યંત જરૂરી હાલની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે..માટીની દિવાલમાં રેતાળ માંખી ઇંડા મુકવા સાથે સેન્ડ ફ્લાય મકાનની તિરાડોમાં જોવા મળે છે.