વડોદરા: ધોરણ 12 પાસ બાદ વિધાર્થીઓ માટે કારકિર્દી વિષયક અભ્યાસક્રમ શરુ થાય છે. ભારતમાં કંપની સેક્રેટરી નો અભ્યાસક્રમ ચાલવતી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા દેશભરમાં સીએસ એક્ઝિક્યુટિવ એન્ટરન્સ ટેસ્ટ લેખિત પરીક્ષા યોજવામાં આવી રહી છે અને 2021 શરુ થતા નવા વર્ષ માટે પ્રવેશ માટે ધોરણ 12 પાસના વિધાર્થીઓની ઈન્ટર સહિત ફાઇનલ પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે સંસ્થા દ્વારા વડોદરા શહેરમાં બે સેન્ટર ફાળવાયા છે. દરેક સેન્ટરમાં કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરીને વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી.
ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા સી એસ બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા નું આયોજન વડોદરા શહેરના બે શૈક્ષણિક સંકુલોમાં કરાયું છે. કોરોના ની ગાઈડલાઈન મુજબ એક બ્લોકમાં 12 પરીક્ષાર્થીઓને બેસાડીને પરીક્ષા યોજવામાં આવી રહી છે પરિક્ષાર્થીઓ માટે જવાબ માટે હિન્દી તેમજ અંગ્રેજી ભાષા ની વિકલ્પ અપાયા છે. 10મી તારીખથી શરૂ થયેલી પરિક્ષા 20 ઓગસ્ટ સુધી યોજાશે. વડોદરામાં અંદાજીત 1500 જેટલા વિધાર્થીઓ ઇન્ટર સહિત ફાઇનલની પરીક્ષા માં ઉપસ્થીત રહેશે. વડોદરામાં બે સેન્ટર ફાળવવામાં આવ્યા છે.
શ્રેયસ વિધાયલય સહિત નવજીવન વિદ્યાલય ખાતે લેખિત પરીક્ષા યોજાઈ રહી છે. ઇન્ટર પરીક્ષામાં બે મોડ્યુલ રાખવામાં આવેલ છે. દરેક મોડ્યુલમાં 4 પેપર મુજબ કુલ 8 પેપરની પરીક્ષા લેવાશે. જ્યારે ફાઇનલના 3 મોડ્યુલ રાખવામાં આવ્યા છે. શ્રેયસ વિદ્યાલયના આચાર્ય નીતાબેન જાનીએ જણાવ્યું હતું કે ઇન હાઉસ કંપની લિગલ એક્સપર્ટ, ચીફ એડવાઇઝર્સ તું બોર્ડ ઓફ ડીરેક્ટર્સ ,કન્સલ્ટન્ટ એક્સપરતોન કોન્ટ્રાકચ્યુલ બેઝ,સ્ટોક એક્સચેન્જ,પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેકટરમાં તેમને ઊંચા પગારે જોબ મળી શકે છે.