1935માં સમાજવાદી વિચારધારાનો ઉદય થયો ત્યારે કોંગ્રેસમાં નેતાઓ જેવા કે જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા, જવાહરલાલ નહેરૂ જેવાઓ હતા. આઝાદી બાદ જયપ્રકાશ-રામ મનોહરે કોંગ્રેસ છોડી 1948માં નવી પાર્ટી સમાજવાદીનો જન્મ થયો. સમાજવાદીઓનો દબદબો વધ્યો. પ્રામાણિકતા અને લોકનેતાના મુલ્યો સાથે રાજકારણમાં આગવું સ્થાન મેળવ્યું. આચાર્ય ક્રિપલાણી પણ સમાજવાદી હતા. પરંતુ બીજી પેઢીમાં મુલાયમ, નીતીશ, લાલુપ્રસાદ, પાસવાન વિગેરેએ સત્તા લાલસા, અવસરવાદ, જ્ઞાતિવાદના દુષણોએ કબજો જમાવ્યા. ત્યારબાદ તેમનાં સંતાનો અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, તેજ પ્રસાદ યાદવ, ચિરાગ પાસવાને દોષિત બની પાર્ટી ડુબાડવાનું કામ કર્યું. અત્યારે સમાજવાદીઓ પોતાના અસ્તિત્વની આખરી લડાઈ લડી રહ્યા છે. ‘‘ઘર ફૂટે ઘર જાય’’ને બરોબર અુસરી રહ્યા છે. અમદાવાદ – અરૂણ વ્યાસ .– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સમાજવાદી વિચારધારા
By
Posted on