Vadodara

નબીપુરમાં ગૌ-વંશનું કતલ કરનારા ત્રણ ઈસમો ઝડપાયાં

ભરૂચ: નબીપુરમાં એક ઠેકાણે ગૌ-વંશ ગેરકાયદે કતલખાના પર મહિલા પીએસઆઈએ રેડ કરતા પહેલા બે વાછરડાને કતલ કરીને મોત નીપજાવી કાઢ્યું હતું.એ જગ્યા લોહીથી લથપથનું ગેરકાયદે કતલખાનું જોતા સૌ કોઈને કંપારી છૂટી જાય એવા વરવા દ્વશ્યો ઉભા થયા હતા.આ કારસ્તાનમાં નબીપુરના ત્રણ આરોપીની ધરપકડ કરીને 80 કિલોગ્રામ ગૌ-માંસ,એક વાછરડી અને એક વાછરડો કતલ કરવાના ઈરાદે લાવતા ગુનો નોધ્યો છે.

નબીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અનીતાબા.કે.જાડેજાને ગૌ-વંશ કતલની ચોક્કસ બાતમી મળી હતી કે નબીપુર ગામે નવીનગરી વિસ્તારમાં મિન્હાજ ગુલામ કુકીના ઘરની બાજુમાં આવેલા અડાળામાં ગૌ-વંશનું ગેરકાયદે કતલખાનું ચાલે છે.જે માહિતી મળતા પીએસઆઈ અનીતાબા જાડેજા તેમજ પોલીસ સ્ટાફ સાથે તા-7/8/2021ના રાત્રે 11 વાગ્યે અડાળા પર પહોચી ગયા હતા.બે વાછરડાને કતલ થતા આખી જગ્યા લોહીથી લથપથ જોનારાના રૂવાંટા ઉભા થઇ જાય.પોલીસે મિન્હાજ ગુલામ કુકી,કરણભાઈ શનાભાઈ વસાવા,તેમજ અમિતભાઈ બાલુભાઈ વસાવા  તમામ રહે-નબીપુર,નવીનગરી ભાગી છૂટ્યા હતા.

 જયારે રફીક મહંમદ દલાલ,અજયભાઈ શનાભાઈ વસાવા તેમજ પ્રફુલ્લભાઈ પરસોત્તમભાઈ વસાવા રહે-નબીપુર,નવીનગરી ઝડપાઈ ગયા હતા.તમામ ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરવા અને ગૌ-માંસ આરોગવાના ઈરાદે ગાય કાપવાનો હીન પ્રયાસ કર્યો હતો.પોલીસે બે વાછરડાને કતલ કરી મોત નીપજાવતા આશરે 80 કિલોગ્રામ વજન કિંમત રૂ.8000/- ગૌ-માંસ,એક વાછરડી કિંમત રૂ.5000/- તેમજ એક વાછરડો કિંમત રૂ.2000/- કતલ કરવાના ઈરાદે લાવ્યા હોવાથી પોલીસે કબજે લીધા હતા.

Most Popular

To Top