અંકલેશ્વર નેત્રંગમાં S.P. પેટ્રોલ પંપના સંચાલકની મફત પેટ્રોલ (Free petrol)ની જાહેરાત પછી હવે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલી રેડ લેબલ હેર બાર સલૂને પણ ફ્રી હેર કટિંગ (Free hair cutting) તો જૂનાગઢમાં નીરજ નામના લોકોને ગિરનાર રોપ -વે (rope way) પર મફત મુસાફરીની જાહેરાત કરી છે.
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં આ વખતે દેશના રમતવીરોએ સારો એવો દેખાવ કર્યો હતો. તો નીરજ ચોપરા (golden boy niraj chopda)એ ઓલિમ્પિક ગેમ્સમાં ભાલા ફેંક (javelin throw)ની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક (Gold medal) જીતી ભારતનું નામ રોશન કર્યું હતું. આ નીરજ ચોપડાએ ભાલફેંક રમતમાં ગોલ્ડ જિત્યો એની ખેલદિલી અને માનની ઉજવણીના ભાગરૂપે નેત્રંગ એસ.પી. પેટ્રોલ પંપના માલિકે આ વિસ્તારના કોઈપણ નીરજ નામની વ્યક્તિના સન્માનમાં રૂ.501નું પેટ્રોલ ફ્રી આપવાની જાહેરાત કરી હતી. જેની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે. આ પેટ્રોલ પંપના માલિકે જણાવ્યું કે આ ઓફર નીરજ ચોપરાના વિજયના માનમાં રાખવામાં આવી છે. પંપ પર કામ કરતા તમામ કર્મચારીઓને આ નામથી દરેક વ્યક્તિને આવકારવા અને મફત પેટ્રોલ આપવાની સૂચના આપવામાં આવી છે.
ત્યારબાદ એક જાહેરાતમાં નીરજ નામની કોઈ પણ વ્યક્તિ આઈ ડી પ્રૂફ લઈ આવશે તો ફ્રીમાં હેર કટિંગ કરી આપવામાં આવશે. નીરજ ચોપડાના સન્માનમાં અંકલેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલા રેડ લેબલ હેર બારના માલિકની આ વિશેષ ઓફર સોમવાર રાત સુધી ચાલુ રહેશે. તેથી લોકોની ભીડ જામી હતી. બીજી બાજુ, ગુજરાતના જૂનાગઢમાં નીરજ નામના લોકોને ગિરનાર રોપ -વે પર મફત મુસાફરી કરવાની તક મળી રહી છે. ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા નીરજ ચોપરાની ભાવનાને સલામ કરવાના હેતુથી આ કંપનીએ આ ઓફર કરી છે. જણાવવામાં આવ્યું છે કે 20 ઓગસ્ટના રોજ નીરજ નામના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે.
જણાવી દઈએ કે નીરજ ચોપરા હરિયાણાના છે. તેનું ગામ પાણીપત નજીક છે, નીરજની આખા દેશમાં ચર્ચા છે. લોકો તેના જીવન અને જીવનશૈલી સાથે જોડાયેલી નાની નાની બાબતો જાણવા માંગે છે. અત્યારે નીરજ ચોપરા હવે ભારત પહોંચી ગયા છે. સોમવારે દિલ્હીની અશોકા હોટેલમાં નીરજ ચોપરા સહિત તમામ મેડલ વિજેતાઓના ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું.