Gujarat

શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસમાં ઘર વાપસીનો તખ્તો તૈયાર

આગામી ડિસે. 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, બીજી તરફ ભાજપના આંતરિક વર્તુળોમાં યુપીની સાથે વેહલી ચૂંટણી ગુજરાતમાં આવી શખે છે તેવી અટકળો પણ ચાલી રહી છે, તેવી સ્થિતિમાં હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહં વાઘેલાની કોંગ્રેસમાં રિ-એન્ટ્રી કે ઘર વાપસીના ચક્રો ગતિમાન થવા સાથે તખ્તો તૈયાર થઈ ચૂકયો છે. જો કે વાઘેલાની કેટલીક શરતો છે, તે મુદ્દે હાલમાં ચર્ચા ચાલી રહી છે.

પ્રદેશ કોંગ્રેસના સિનિયર અગ્રણી ભરતસિંહ સોલંકી હાલમાં વાઘેલા અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચે મહત્લની ભૂમિકા ભજવી રહ્યા છે. જેમાં વાઘેલાને કોંગ્રેસમાં પ્રવેશ આપવાની ચર્ચા ચાલી રહી છે. સ્પે. મુહૂર્ત જોઈને શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમા જોડાઈ જાય તેવું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂકયું છે. અગાઉ માર્ચ 2021માં ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા લોકોને પાર્ટીમાં જોડીશું. કોંગ્રેસ હાઈકમાન્ડ શંકરસિંહ વાઘેલાના પ્રવેશ આપવાના મુદ્દે અંતિમ નિર્ણય લેશે.

Most Popular

To Top