વડોદરા: એક તો કળિયુગનો કપરો કાળ અને મોંઘવારીએ માજા મુકી છે. ગરીબ તો ઠીક મધ્યમવર્ગને પણ રોજી-રોટી અને જીવનનિર્વાહ અર્થે ફાફા પડી રહ્યા છે. તે અરસામાં તસ્કરો ઘરફોડ વાહનચોરી સાથે મંદિરોને નિશાન બનાવી દેતા ભગવાન સુધ્ધા સલામત નથી. આવો જ બનાવ નિઝામપુરા પેટ્રોલપંપની બાજુમાં આવેલ સાંઈબાબાના મંદિરમાં ચારથી સાત વાગ્યાના અરસામાં બન્યો હતો. મંદિરમાં શાંતિ નિહાળીને પુજારી કે ભક્તોની ગેરહાજરી જણાતા અજાણ્યા તસ્કરે પ્રવેશ કરીને સાંઈબાબાની મૂર્તિ પાસે મુકેલી પિત્તળના હેન્ડલવાળી પાંચ દિવા ની વજનદાર સ્ટેન્ડ સહિતની દિવી તફડાવી ગયો હતો.
સાંજે આરતી સમયે પૂજારીએ દિવી શોધતા રૂ.700ની કિંમતની દિવી ગૂમ જણાતા ચોરાઈ ગઈ હોવાની શંકા વ્યકત કરી હતી. જ્યારે બીજો બનાવ નિઝામપુરા અંબાજીના મંદિરમાં તસ્કરોએ ધાપ મારી હતી. હેન્ડલવાળી ઘંટડી અને િત્રશૂલ આકારનું દિવા સ્ટેન્ડ ચોરી ગયા હતા. આશરે 1300 રૂપિયાની કિંમતની પિત્તળની મત્તા ચોરીની ફરીયાદ ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસના ચક્રોગતિમા કર્યા હતાં. બાતમીના આધારે શોધખોળ કરતા તસ્કર ચોરીનો સામાન કોથળામાં સાથે ઝડપાયો હતો.