Vadodara

પાદરાના શાક માર્કેટમાં ખેડૂત, ખેતી બચાવોઅભિયાન અંતર્ગત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

       પાદરા: પાદરા ના સરદાર પટેલ શાક માર્કેટ માં પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને કોંગ્રેસ ના ખેડૂત ખેતી બચાવો અભિયાન અંતર્ગત વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલ પ્રદર્શન કરતા કોંગ્રેસ ના ૨૬ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી વિવિધ બેનર અને પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચારો કરતા બજાર સમિતિમાં ખેડૂતોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું નિષફળતાની ઉજવણી શરમ કરો રૂપાણી ના નારાઓ ની બજાર સમિતિ ગજ ગજવી મૂકી હતી. પાદરા બજાર સમિતિમાં વડોદરા શહેર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ સાગર બ્રહ્મહભટ્ટ તેમજ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ , પાદરા ના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર ની આગેવાનીમાં ખેડૂત ખેતી બચાવો અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસ ના ૨૬ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

પાદરા સરદાર પટેલ શાકમાર્કેટમાં વડોદરા શહેર કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા ખેડૂત ખેતી બચાવો અભિયાન અંતર્ગત પ્રજાલક્ષી વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો જેમાં પાક વીમા નુકશાની આધુનિકરણ અને ડીઝીટલાઈઝેશન , મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, ટેકાના ભાવે ખરીદી , નર્મદા કેનાલો દ્વારા સિંચાઈ જમીન સંપાદન કાયદા , ગોચર ખરાબાની જમીનો, રૂપાણી ના વચનો, જંતુનાશક- રાસાયણિક બિયારણ વીજપુરવઠા માં તગડી ગુણવત્તા જેવા વિવિધ મુદ્દાઓ બેનરો પ્લેકાર્ડ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરતા પ્રદર્શન કરતા કોંગ્રેસ ના ૨૬ કાર્યકરોની અટકાયત કરી પાદરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ છોડી મુકવામાં આવ્યા હતા કોંગ્રેસ ના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતા ખેડૂત વેપારીઓમાં ભારે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા બજાર સમિતિ સૂત્રોચ્ચાર થી ગજવી મૂકી હતી

આ વિરોધ પ્રદર્શન માં પાદરા ના વડોદરા જિલ્લા માજી કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર મુખી , વડોદરા પાલિકાના વિરોધપક્ષ ના નેતા સમી રાવત, જિલ્લા પ્રભારી ભરત મકવાણા , પાદરા તાલુકા પ્રમુખ રણછોડભાઈ પઢીયાર , પાદરા તાલુકા પંચાયતના વિરોધપક્ષ ના નેતા હાર્દિક પટેલ, સહિત પાદરા શહેર તાલુકાના કોંગ્રેસ ના હોદ્દેદારો , આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

શહેરા કોંગ્રેસ દ્વારા ભાવ વધારાના વિરોધમાં પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન

એક તરફ સમગ્ર ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભાજપ સરકારના સુશાસનને પાંચ વર્ષ થવાની ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે પાંચમાં દિવસે પંચમહાલ જિલ્લાના શહેરામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી, શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આરતસિંહ પટેલ, શહેરા નગર કોંગ્રેસ પ્રમુખ રિઝવાન પઠાણ, આગેવાન દુષ્યંતસિંહ ચૌહાણ સહિતના કાર્યકર્તાઓ દ્વારા રાજ્યની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવતી ઉજવણી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં શહેરા બસ સ્ટેન્ડ થી તાલુકા સેવા સદન કચેરીના પ્રવેશદ્વાર સુધી કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકર્તાઓએ રેલી સ્વરૂપે પહોંચી વિરોધ કર્યો હતો.

Most Popular

To Top