Vadodara

ડભોઇ ખાતે વેગા ચોકડી પાસેથી LCBએ એમ.પી.ના 2 બાઇક ચોરને ઝડપ્યા

ડભોઇ: ડભોઇ ખાતે વેગા ચોકડી પાસે થી વડોદરા ગ્રામ્ય LCB દ્વારા  એમ.પી ના બાઇક ચોરો ને ઝડપી પાડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ એલ.સી.બી. ટીમને બાતમીદારથી ચોકકસ બાતમી  મળેલ કે, બે ઇસમો શંકાસ્પદ ચોરીની સી.બી.હોર્નેટ બાઇક નં GJ-06-KS-4474ની લઇને છોટાઉદેપુર તરફથી આવી વડોદરા તરફ વેચવા માટે જવાના છે. જે બાતમી ના  આધારે એલ.સી.બી. ટીમ ઉપરોકત બાતમીવાળી બાઇક ની વોચ મા હતા દરમ્યાન ઉપરોકત બાતમી વાળી બાઇક આવતા તેને અટક કરી  તેઓના નામ ઠામપુછતા (૧) રાકેશભાઇ જુવાનસીંગ વસુનીયા હાલ રહે. દુધાળા શાંતીભાઇ ઉફેમુન્નાભાઇ વાવડીયાના ખેતરમા તા-પાલીતાણા જી-ભાવનગર મુળ  રહે, બૈડા, આમલી ફળીયા, તા- જોબટ, જી-અલીરાજપુર (એમ.પી.) (૨) રાજશે જુવાનસીંગ પચાયા ઉ.વ.૨૧ રહે, ઘુસબયડા, આકલીયા ફળીયા, તા-જી- અલીરાજપુર (એમ.પી.)ના હોવાનું જણાવેલ છે.

જેથી સદર ઇસમોને તેઓની પાસેની સી.બી.હોર્નેટ મો.સા. નં GJ-06-KS-4474 સાથે પકડી પાડેલ હતા જે  મો.સા.ના રજી. કાગળો કેબીલ આધાર પુરાવા માંગતા પકડાયેલ ઇસમો ગલ્લાતલ્લા કરી ઉડાવ જવાબ આપેલ અને કોઇ સાંતોષકારક જવાબ આપેલ નહિ જેથી એલ.સી.બી. ટીમ ધ્વારા ઇ-ગુજકોપ પોકેટકોપ મોબાઇલથી સદર મો.સા.ના નાંબર ના આધારે વાહન માલીકની તપાસ કરતા વાહનમાલીક ડભોઇ તાલુકાના મંડાળા ગામના હરીકૃષ્ણકુમાર અશોકભાઇ પટેલની હોવાનું જણાઇ આવ્યું હતું. એક ગામમાાંથી ઉપરોકત મોટરસાયકલની ચોરી કરેલ હોવાવની હકીકત જણાવેલ.

Most Popular

To Top