કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ ખતરનાક સાબિત થયો છે દરમિયાન છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વિશ્વમાં 5800 લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધીમાં મોતનો આ આંકડો 82,011 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 11,33,758 લોકો કોરોના પોઝિટિવ હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે..સૌથી વધુ 15,362 લોકોનાં સત્તાવાર મૃત્યુ ઈટાલીમાં નોંધાયા હતા. ત્યારબાદ સ્પેનમાં 12418, અમેરિકામાં 8503, ફ્રાન્સમાં 7560 અને બ્રિટનમાં 4313 દરદીઓનાં મૃત્યુ થયાં હતાં.સ્પેનમાં સતત ત્રીજા દિવસે મૃત્યુઆંકમાં ઘટાડો થયો હતો ત્યાં રવિવારે 674 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આરોગ્ય મંત્રાલય મુજબ છેલ્લા 10 દિવસમાં આ સૌથી ઓછો એક દિવસનો મૃત્યુઆંક છે. અહીં કુલ 1,30,759 લોકો ચેપગ્રસ્ત થયા છે.અમેરિકામાં મહામારીના મુખ્ય કેન્દ્ર ન્યૂયોર્કમાં રવિવારે 630 મૃત્યુ નોંધાયા હતા, અહીં એક જ દિવસમાં આ સૌથી વધુ મૃત્યુઆંક છે.પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નાગરિકોને ચેતવણી આપી હતી કે આવનારા દિવસોમાં ભયાનક મૃત્યુઆંક સામે આવી શકે છે.દરમિયાન કોરોના વાયરસના કારણે પશ્ચિમી આફ્રિકાના સેનેગલ દેશે 30 દિવસની રાષ્ટ્રવ્યાપી કટોકટી જાહેર કરી હતી.
વિશ્વમાં કોરોનાના કારણે એક જ દિવસમાં 5800ના મોત
By
Posted on