Business

સ્તનને સુડોળ અને સ્વસ્થ રાખવાનાં સૂચનો

મોટા ભાગની મહિલાઓ પોતાના સ્તન અંગે વિવિધ પ્રકારનો અસંતોષ અનુભવતી હોય છે. કેટલીક મહિલાઓને તે બહુ મોટાં હોવાનો તો કેટલીકને તે વધુ પડતાં નાના હોવાનો અથવા તો કેટલીકને તે અગાઉ જેટલા ચુસ્ત નહીં હોવાનો રંજ સતાવતો હોય છે. મહિલાઓ ભલે સ્તનના આકાર કે ચુસ્તતા અંગે જુદાં-જુદાં ખ્યાલો ધરાવતી હોય પણ તેની તંદુરસ્તી અંગે તેઓ એકમત હોય છે. દરેક મહિલા પોતાના સ્તન સદાય સ્વસ્થ, નિરોગી અને ચુસ્ત રહે તેવું સ્વાભાવિક રીતે જ ઈચ્છતી હોય છે.

જેવા તમે જીવનના 30, 40 કે 50ના દાયકામાં પ્રવેશો છો તેમ શરીરના અન્ય અંગોની સાથે સાથે તમારા સ્તનમાં પણ ફેરફાર થાય છે. માતૃત્વ ધારણ કરવાની ઉંમરના સમયે બાળકને સ્તનપાન કરાવવાથી સ્તનનો આકાર ખરાબ થઈ જવાની ચિંતા સતાવે છે. રજોનિવૃત્તિકાળ બાદ તમને સ્તન કેન્સરની ચિંતા વધારે સતાવે છે. ઉંમરના દરેક દાયકામાં કેવી સાવચેતી રાખવી તે અંગે અહીં માર્ગદર્શન 3 ભાગમાં આપવામાં આવ્યું છે.

ઉંમરના 30માં દાયકામાં તમારા સ્તનની સ્થિતિ

સ્તનમાં ફેરફારો થવા એ સામાન્ય બાબત છે. કિશોરાવસ્થા સ્તનનો વિકાસ, રજસ્વલાકાળ તથા સમગ્ર જીવન દરમિયાન મહિલાઓને સ્તનમાં વિવિધ પ્રકારનો દુખાવો થતો હોય છે તથા તેમના સ્તનમાં વિવિધ ફેરફારો આકાર લેતાં હોય છે. આમાંથી કેટલાંક ફેરફારો ઋતુચક્ર દરમિયાન, કેટલાંક ગર્ભાવસ્થા દરમિયાન તથા કેટલાંક ઉંમરની સાથે સાથે થતાં હોય છે. સ્તનના ઉભાર, નાજુકતા તથા અન્ય બદલાવ આવે છે. સ્તનમાં કોઈ સ્નાયુઓ હોતા નથી. તેમાં ફાઈબરના રેસાદાર કોષો, ચરબીના કોષો તથા ગ્રંથિના કોષો હોય છે. જેમાં લોબ્યુલેસ તરીકે ઓળખાતી દુધ ઉત્પન્ન કરનારી ગ્રંથિ તથા દૂધના પરિવહન માટેની નળીઓ હોય છે.

સદનસીબે ઉંમરના 30ના દાયકામાં સ્તનની સમસ્યાઓ કેન્સરરહિતની હોય છે. યુવાન મહિલાઓ સામાન્ય રીતે ફાઈબ્રોસાઈસ્ટિક બ્રેસ્ટ રોગથી પિડાતી હોય છે, જેને મોટાભાગે સ્તનમાં દુખાવા, ગાંઠ અને કેન્સર રહિતની ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદની સાનિધ્ય હોસ્પિટલના કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ અને વંધ્યત્વ નિષ્ણાંત ડો. અર્ચના શાહના મતે સ્તનમાં દર્દ થવાની ઘટના ચક્રિય હોઈ શકે જે માસિક દરમિયાન અનુભવાય અથવા તો તે નિયમિત પણ હોઈ શકે. 

  • તેમના જણાવ્યા અનુસાર મોટાભાગના કિસ્સાઓમાં સ્તનમાં દુખાવાના કારણો જાણવા માટે અહીં દર્શાવેલી કેટલીક પદ્ધતિઓ છે.
  • # માસિક દરમિયાન અંતઃ સ્ત્રાવોમાં થતાં ફેરફાર
  • # સ્તનમાં થયેલી ઈજા
  • # ગર્ભાવસ્થા અને સ્તનપાન
  • # સ્તનમાં ચેપ લાગવો
  • # માસિક દરમિયાન પાણી જમા થવું
  • # સ્તન કેન્સર, જો કે સ્તનમાં દુઃખાવાનું તે સામાન્ય કારણ નથી.
  • સ્તનના દુખાવામાં રાહત કેવી રીતે મેળવવી?
  • ડો. અર્ચનાના મતે કોફી તથા સોફ્ટ ડ્રિંક્સમાં કેફીનનું, ચામાં રહેલ થીયોફિલાઈન્સ અને ચોકલેટમાં રહેલા થીયોબ્રોમાઈનનું પ્રમાણ મર્યાદિત રાખો. જો કે આ મિથાઈલક્સેન્થિસની ભૂમિકા વિવાદાસ્પદ છે, પરંતુ આનું સેવન મર્યાદિત કર્યા બાદ કેટલીક મહિલાઓને દુઃખાવામાં રાહત જણાઈ છે.

Most Popular

To Top