Vadodara

માંજલપુરના બંધ મકાનમાંથી 1.33 લાખના ઘરેણાંની ચોરી

વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની વિશ્વામિત્રી ટાઉનશિપના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો મકાનનું તાળુ તોડી તિજોરીમાંથી 1.33 લાખ ઉપરાંતની કિંમતના સોના ચાંદીના ઘરેણા ચોરી કરી ફરાર થઈ જવાનો બનાવ માંજલપુર પોલીસ મથકે નોંધાયો છે. આ ઉપરાંત વારસિયા રિંગ રોડ પર રહેતો પરિવાર ઉપરના મકાનમાં સુવા ગયો અને તસ્કરોએ નીચેના મકાનને નિશાન બનાવી રૂ. 74,500ની ચોરી કરતા ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અને માહિતી અનુસાર વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી વિશ્વામિત્રી ટાઉનશીપમાં ભાડે રહેતા પ્રદીપભાઈ પંચાલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત તા. 31મી જુલાઈના રોજ તેમની માતા વતન ગયા હોય મકાનને તાળું મારી નજીકમાં રહેતી બહેનના ઘરે જમવા ગયા બાદ ત્યાં જ રોકાયા હતા.

આ દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી તિજોરીનો સમાન વેરવેખીર કરી મુક્યો હતો. દરમિયાન તસ્કરોએ બેડરૂમમાં મૂકેલી તિજોરી માથી સોના-ચાંદીના દાગીના મળી કુલ 1,33,600ની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે તેઓએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં વારસિયા રિંગ રોડ પર રહેતો પરિવાર ઘરના ઉપરના માળે સુવા ગયો અને તસ્કરો 74 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Most Popular

To Top