Vadodara

પારુલ યુનિવર્સિટીના 2 વિદ્યાર્થી ડી-માર્ટમાંથી જીન્સ પેન્ટ-ડ્રાયફ્રૂટની ચોરી કરતા પકડાયા

વડોદરા: વડોદરા વાઘોડિયા રોડ પાસે આવેલા ડી માર્ટ સ્ટોરમાંથી બે દિવસ દરમિયાન અજાણ્યા પુરુષ અને મહિલા થકી રૂપિયા 13638ની કિંમતના ડ્રાયફ્રૂટ અને જીન્સ પેન્ટ સહિત અન્ય વસ્તુઓની ચોરી કરી લઈ ગયા હોવાનું સીસીટીવી કેમેરામાં જણાવતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત પારુલ ઇન્સ્ટિટ્યૂટના બે વિદ્યાર્થીઓ માંજલપુર ડી-માર્ટમાંથી ચોરી કરતા ઝડપાયા હતા. શહેરના તરસાલી વિસ્તારની શ્રીરામ રેસિડેન્સીમાં રહેતા સુનીલ ભુપેન્દ્રભાઈ પંડ્યા જીબીએસએફ સિકયુરિટી એજન્સીમાં નોકરી છે.

જે અંતર્ગત તરો વાઘોડિયા રોડ ડિમાર્ટ ખાતે ફરજ બજાવે છે. ગત તા. 26મીએ ડી માર્ટ સ્ટોરમાં બપોરે 3:30 કલાકે એક ઈસમ આવ્યો હતો અને તારીખ 27મીએ પણ તે જ ઈસમ એક યુવતીને સાથે લઈને આવ્યો હતો. અને તે બંને લોકો ડ્રાયફ્રૂટ અને જીન્સ પેન્ટ સહિત કેટલીક ચીજવસ્તુઓ ચોરીને લઈ જતા હોવાનું સીસીટીવી કેમેરામાં જણાઈ આવ્યું હતું. ત્યારે તેઓએ સ્ટોકની તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે અજાણી વ્યક્તિ અને મહિલાએ રૂ. 13638ની મતા ની ડ્રાયફ્રૂટ અને જીન્સ પેન્ટ સહિત કેટલીક ચીજવસ્તુઓની ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી આ બનાવ અંગે તેમણે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા  પોલીસે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.

સિક્યુરિટી સુપરવાઇઝરે માંજલપુર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી

વાઘોડિયા રોડ ઉપર આવેલી પારુલ ઇન્સ્ટિટયૂટની વીઆઈપી હોસ્ટેલમાં રહેતા બે વિદ્યાર્થીઓ માંજલપુરના ડી-માર્ટમાં કપડાં અને ડ્રાયફુટની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. ડી-માર્ટના મેનેજરે સીસીટીવી ચેક કરતા બે શખ્સો મોલમાં શોપિંગ દરમ્યાન લેપટોપ બેગ માં ચીજ-વસ્તુ છુપાવી એક્ઝિટ ગેટ તરફ નજરે ચડયા હતા. જેથી સિક્યુરિટી ગાર્ડે તેમને રોકી તલાસી લેતા તેમની પાસેથી ચીજ વસ્તુ ખરીદી અંગેનું બિલ મળી આવ્યું ન હતું અને લેપટોપ બેગ ચકાસતા તેમાંથી શર્ટ, પેન્ટ, છત્રી , ડ્રાયફ્રુટ, ચોકલેટ સહિતની રૂપિયા 3463 ની કિંમત ધરાવતી ચીજવસ્તુ મળી આવી હતી. જેથી સિક્યુરિટી સુપરવાઇઝરે માંજલપુર પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી . પોલીસની પ્રાથમિક પૂછતાછ દરમિયાન આરોપી જુઝર મુસ્તુફા ચલાવાલા (મૂળ રહે – દાહોદ) અને ઓમિલા નબા નાગબમ (મૂળ રહે – વેસ્ટ મણિપુર ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે  બંને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top