સુરતના ભગુભાઇ પ્રે. સોલંકી ભારતીય ટપાલ ખાતામાં 2016 જાન્યુઆરીમાં જનસંપર્ક અધિકારી-ડેપ્યુટી પોસ્ટમાસ્તર તરીકે િનવૃત્ત થયેલા સેવા, ભકિતમય સરળ, પરગજુ, આનંદમય જીવન જીવનારા, અબાલ વૃદ્ધોને જન્મદિને ગુલાબનું ફૂલ આપનારા અજાણ્યાઓને પણ દુ:ખમાં દિલાસા-આશાયેશ આપતાં, પત્રો લખનારા, પ્રેરણાત્મક સાહિત્યકારો, િશક્ષણિવદો, કટારલેખકોને માણનારા, િવકાસમાં, વ્યવહારુ, મિલનસાર, વિદ્યાર્થીિપ્રય. તેમના ઇશ્વર વિશેના શ્રધ્ધા અને પ્રાર્થના વિશેના વિચારો તેમના શબ્દોમાં…
તમે ઇશ્વરને કેવી રીતે પ્રાર્થના કરો છો?
વહેલી સવારે ઊઠતાની સાથે જ પ્રાર્થનાથી શરૂઆત થઇ જાય. હે પ્રભુ! આ પળનાં તને વંદનો, આજના નવા દિવસ માટે તારો આભાર અમને મળતાં ભોજન, વસ્ત્રો, નિવાસસ્થાન – છત્રછાયા, મળેલી સરકારી પેન્શનર નોકરી, બઢતી, મળેલાં પ્રેમાળ આત્મીય સ્વજનો – મિત્રો, ને જીવન વિકાસનાં સર્વાંગી અભ્યુદય માટે તારો ખુબ ખુબ આભાર! મારા નાથ.
આજ કાંઇક સુંદર, સરસ, આશ્ચર્યકારક, આનંદદાયક, મજામજાનું બનવાનું જ છે. થોડા ઊંડા શ્વાસ, આંગણામાં મધુર કલરવ કરતાં, મીઠડા ગીતો ગાતા પક્ષીઓને ચણ નાંખવું. સૂર્યપુત્રી તાપીમૈયાના પાવન તીરે ચાલવાનો ઉપક્રમ, પ્રભાિતયા – ભજન માણવાને કુદરતે જે કાંઇ આપ્યું છે તે માટે સતત કૃતજ્ઞ ભાવ રાખી આભાર વંદના. કુદરતે માનવમાત્રના કલ્યાણ માટે જ આપણને પૃથ્વી પર અવર્તાયા છે. ને આપણા દુ:ખો માટે આપણે જ જવાબદાર છીએ. (મનમાં હતાશા, નિરાશા, શત્રુભાવ, ધૃણા, ટીકા, નિંદા, તિરસ્કાર, ક્રોધભાવ હોય પછી માંદગી જ આવે) આપણી વાણી, વિચાર, શબ્દોમાં અસીમ શકિત છે. આપણે જેવું ચિંતન કરીએ એવું થાય.
ઇશ્વર હોવાની પ્રતિતિ તમે કેવી રીતે કરો છો?
આ સૂરજ, ચંદ્ર, નવલખ તારલા વૃક્ષો – જંગલો, નદીઓ – સમુદ્રો, પર્વતો, પશુ-પંખીઓ, મફત જેવા મળતા હવા, પાણી એ બધું પરમાત્માએ જ બનાવ્યું છે. કોઇ અદ્રશ્ય શકિત છે. જેને આપણે ઇશ્વર, અલ્લાહ, પરમ પિતા, કુદરત ગમે તે નામે ઓળખીએ. પ્રાર્થના, શુભ રચનાત્મક આશાવાદી વિચાર. ઓટો સજેશન, વિઝયુલાઇઝેશન, દૃઢ સંકલ્પ શકિત, પ્રચંડ પુરુષાર્થ દ્વારા આપણે જ આપણા ઘડવૈયા થવાનું છે. આ વિશાળ બ્રહ્માંડ આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે આકાશગંગામાં કરોડો, અબજો તારાઓ, વિશાળકાય સૂર્યો આવેલા છે. આ બધું સર્જનારો કોઇક તો હશે જ ને. એ જ ઇશ્વર વિશ્વચેતના, આત્મા સો પરમાત્મા, અહં બ્રહ્માસ્મિ, તત્વમસિ, અમૃતસ્ય પુત્રા: ને મન એક કલ્પવૃક્ષ જેવા દૈવી સૂત્રોને જીવનમાં પ્રગટાવવા પ્રયાસ કરવાના છે એ શકય છે જ.
સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે સવારે, સાંજે, સ્વચ્છ, સ્વસ્થ, શાંત થઇ એકાદ ખૂણામાં બેસવાનું રાખીએ. આરોગ્ય, આનંદ, સમૃધ્ધિ, વિકાસ, શાંતિ સુખ પ્રદાન કરનારી વિચારધારા મનમાં વહેવડાવીએ. બિમારીના વિચારોને હટાવી મારી અંદર આરોગ્ય અને આનંદનો અનંત પ્રવાહ વહી રહ્યો છે. મારા મનમાં અનંત શકિત, સાર્મ્થય છે. હું સ્વસ્થ રોજેરોજ થતો જાઉં છું. એવા વિચારો દ્વારા આરોગ્ય મળે જ મળે. નાક દ્વારા હવાને ફેફસામાં ભરી ૐકાર / પ્રણવ મંત્રનો જપ કરીએ.
તમે પુર્નજન્મમાં માનો છો. પુર્નજન્મ શા માટે માંગો છો?
હા. પુર્નજન્મમાં માનું છું. આપણા પ્રાચીન ઋષિ મુનિઓ, સંતો, શાસ્ત્રોએ પ્રબોધ્યું છે. મનુષ્ય જન્મ કે જે દેવોને પણ દુર્લભ છે તે દિવ્ય – દૈવી જીવનને ભકિત – સાધના દ્વારા સફળ કરવો છે. હવે જન્મવું નથી જ. આધ્યાત્મિક સાધના દ્વારા એ ઉચ્ચ એક મનની અવસ્થા છે જે ને આપણે મોક્ષ, આત્મ સાક્ષાત્કાર, કૈવલ્ય પદ, પરમ પદ, સ્વ પરિચય, જે નામ આપો તે ઉચ્ચ સ્થિતિ સદ્ગુરુ – પ્રભુની અપરિમેય – અસીમ કૃપાથી પ્રાપ્ત કરવું જ છે.
તમને તમારા જીવનના પ્રશ્નોનો ઉકેલ ઇશ્વર પાસેથી મળે છે?
હા, જીવનના પ્રશ્નોનો ઉકેલ ઇશ્વરની પરમ પ્રાર્થનાના માધ્યમ દ્વારા મળે જ છે. ‘અબ સોંપ દિયા ઇસ જીવનકા, સબ ભાર તુમ્હારે હાથો મેં, હે જીત તુમ્હારે હાથો મેં ઔર હાર તુમ્હારે હાથો મેં, જેવી સમર્પણ પ્રાર્થના, સેવા, સદ્ભાવ, માંગલ્ય, આશાવાદી વિચારો, પરોપકાર થકી જીંદગીની બાજી જીતી શકાય છે. આપણા સબ કોન્શિયસ માઇડમાં અગાધ શકિત છે. જેને દૃઢતાથી સવાર / સાંજ સૂચનો કર્યા કરવાથી સાચા સુખ, શાંતિ, આનંદ, સમૃધ્ધિ, આરોગ્ય અને જે જોઇએ તે આજે પણ મેળવી શકાય છે. મિત્રો, આવો, પ્રાર્થના (શુભ આશાવાદી વિચારધારા) દ્વારા મનુષ્ય જન્મને સફળ / સાર્થક કરીએ. એ તાકાત આપણી છે જ. અસ્તુ!