નડિયાદ: ખેડા જિલ્લામાં જુગારની બદી દિન-પ્રતિદિન વધતી જોવા મળી રહી છે. એમાંય વળી શ્રાવણ માસ નજીક આવતાં જ જુગારધામો ધમધમવા લાગ્યાં હતાં. જેને પગલે પોલીસની ટીમ પણ સતર્ક બની ગઈ છે. વિતેલા ચોવીસ કલાક દરમિયાન ખેડા જિલ્લામાં વિવિધ ૮ ઠેકાણે ચાલતાં જુગારધામો પર સ્થાનિક પોલીસની ટીમે દરોડા પાડ્યાં હતાં. જેમાં પોલીસે કુલ ૩૯ જુગારીઓને રંગેહાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- કપડવંજમાંથી જુગાર રમતાં ૧૧ શખ્સો ઝડપાયાં
કપડવંજના કસ્બા વાયદપુરમાં રહેતાં આશીકઅલી ઉર્ફે કાલી ઐયુબઅલી સૈયદના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા થઈ જુગાર રમતાં હોવાની બાતમી કપડવંજ ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગત મોડી રાત્રીના સમયે બાતમી મુજબના ઠેકાણે દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં ૧૧ ઈસમોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં આશીકઅલી ઉર્ફે કાલી ઐયુબઅલી સૈયદ, મહંમદહનીફ ઉર્ફે શાયર અહેમદભાઈ ભઠીયારા, શમશેરખાન ઉર્ફે મજર રહેમતખાન પઠાણ, ઈસ્માઈલભાઈ કાલુભાઈ શેખ, ઈસુબઅલી હસનઅલી સૈયદ, સબ્બીરઅલી યુસુફઅલી સૈયદ, મુનાફ કૌશરઅલી દિવાન, રફીક ઉર્ફે મેકો સીદ્દીકભાઈ ભઠીયારા, પંકજભાઈ મગનલાલ જોષી, અબ્દુલકાદર કરીમભાઈ ભઠીયારા અને મકસુદઅલી મહંમદઅલી સૈયદનો સમાવેશ થાય છે. તેમની પાસે અંગજડતીમાંથી રૂ.૧૦,૧૧૦, દાવ પરથી રૂ.૧૭૩૦ તેમજ ત્રણ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૬૦૦૦ મળી કુલ રૂ.૧૭,૮૪૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કર્યો હતો અને પકડાયેલાં તમામ ઈસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- કરોલી ગામમાંથી જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયાં
નડિયાદ તાલુકાના કરોલી ગામમાં આવેલ બળીયાદેવ મંદિર નજીક રહેતો શનાભાઈ ઉર્ફે શનીયો પુનાભાઈ પરમાર પોતાના ઘરની બહાર સ્ટ્રીટલાઈટના અજવાળે જુગારધામ ચલાવતો હોવાની બાતમી નડિયાદ રૂરલ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગત મોડી રાત્રે બાતમી મુજબના ઠેકાણે દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં શના પુનમ પરમાર, ઉદેસિંહ ગોરધન પરમાર, મનહર સોલંકી, ધરમસિંહ ઉર્ફે ધમો મેલાભાઈ સોલંકી અને સલીમખાન ઉર્ફે સદ્દામ અનવરખાન પઠાણને કુલ રૂ.૧૧,૩૭૦ ની મત્તા સાથે ઝડપી પાડ્યા હતાં.
- મિત્રાલમાંથી જુગાર રમતાં ૩ શખ્સો ઝડપાયાં
વસો તાલુકાના મિત્રાલ ગામમાં આવેલ શાભઈ ફળીયાની ખુલ્લી જગ્યામાં ચાલતાં જુગારધામ પર વસો પોલીસની ટીમે ગુરૂવારે રાત્રીના સમયે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં અશોક રમણ સોલંકી, શૈલેષ અભેસંગ સોલંકી અને અતુલ કનુ સોલંકીને કુલ રૂ.૫૮૦ ની મત્તા સાથે રંગેહાથે ઝડપી પાડ્યા હતાં.
- મહુધામાંથી પાંચ જુગારી ઝડપાયાં
મહુધા પોલીસની ટીમે શુક્રવારે સાંજના સમયે મહુધા-ઉંદરા રોડ પર આવેલ ધારી તળાવ નજીક ચાલતાં જુગારધામ પર દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં પ્રવિણ દંતાણી, રમણ દંતાણી, જીગર દંતાણી, પ્રવિણ દંતાણી અને રણછોડ વાઘેલાને કુલ રૂ.૨૦૫૦ ની મત્તા સાથે રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં.
- સીમલજમાંથી ૬ જુગારી ઝડપાયાં
ડાકોર પોલીસે શુક્રવારે સાંજના સમયે ઠાસરા તાલુકાના સીમલજ ગામમાં આવેલ ભાથીજી મંદિર નજીક ખુલ્લી જગ્યામાં ચાલતાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં મહેશ વાઘેલા, રાજેશ પરમાર, વિષ્ણુ ચાવડા, ભાવિન ચાવડા, બાબુ ચાવડા અને મનહર વાઘેલાને રૂ.૯૧૦ ની મત્તા સાથે ઝડપી પાડ્યાં હતાં.
- અરેરામાંથી જુગાર રમતાં ૨ ઝડપાયાં
નડિયાદ તાલુકાના અરેરા ગામમાં આવેલ વડવાળા ફળીયાની ખુલ્લી જગ્યામાં બેસી પત્તાપાનાનો જુગાર રમતાં વિઠ્ઠલભાઈ રણછોડભાઈ ચુનારા અને મહેબુબભાઈ છોટુભાઈ વ્હોરા રૂ.૧૯૨૦ ની મત્તા સાથે નડિયાદ રૂરલ પોલીસના હાથે ઝડપાઈ ગયાં હતાં.