કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ડૉ. નીરજા ભાટલા એઈમ્સના પ્રસૂતિ અને સ્ત્રીરોગ ખાતામાં પ્રોફેસર છે, તેમની નેતૃત્વમાં એક ટીમે મહિલાની પ્રસૂતિ કરાવી હતી. શુક્રવારની સાંજે આ મહિલાએ એક છોકરાને જન્મ આપ્યો હતો અને તે સ્વસ્થ છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું બાળકનો કોવિડ-19 માટે ટેસ્ટ કરવામાં આવશે, તેમણે કહ્યું હતું ‘અમે તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેના લક્ષણો પર ધ્યાન આપી રહ્યા છે. અત્યાર સુધી બાળકનું સ્વાસ્થ્ય સારું છે’. ડોક્ટરો મુજબ દિલ્હીમાં કોરોના વાયરસ પૉઝિટિવ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોવાનો આ પ્રથમ બનાવ છે.
બાળકનાં માતા જેને 9 મહિનાથી સગર્ભા હતાં ગુરુવારે તેમનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો, આ પહેલાં એઈમ્સના શરીર વિજ્ઞાન ખાતામાં વરિષ્ઠ ડૉક્ટરના પદ પર કામ કરતા તેમના પતિનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.
બાળકને દૂધ પીવાની જરૂર પડતી હોઈ તે અત્યારે પોતાની માતા સાથે જ છે. એક અન્ય ડૉક્ટરે કહ્યું હતું દૂધ પીવડાવવાથી કોરોના વાયરસનો ચેપ બાળકને લાગતો હોવાનો કોઈ પુરાવો હજુ સુધી સામે આવ્યો નથી.
ડોક્ટરે વધુમાં કહ્યું હતું કે માતાનું સ્વાસ્થ્ય પણ સારું છે તેમનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હોવા છતાં તેઓ અસિમ્પ્ટોમેટિક છે એટલે કે તેમનાંમાં કોરોના વાયરસના લક્ષણ દેખાઈ નથી રહ્યા.
વિશ્વ આરોગ્ય સંગઠને (ડબ્લુએચઓ) કહ્યું હતું કોવિડ-19 બીમારીથી ચેપગ્રસ્ત મહિલાઓ જો સ્તનપાન કરાવવા માગતી હોય તો તેઓ આમ કરી શકે છે પણ તેમણે સ્વચ્છતાનું ધ્યાન રાખવું.
દિલ્હીમાં કોવિડ-19 પોઝિટિવ મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો
By
Posted on