Vadodara

ભાડાના મકાનમાં 9.60 લાખનો વિદેશી દારૂ નારાયણે વેચાણ માટે છૂપાવ્યો હતો

વડોદરા: એસઓજી તથા જવાહરનગર પોલીસે મકરપુરા અને રણોલી ખાતેથી 12  લાખથી વધુનો દારૂ બિયરનો જથ્થો અને કાર સહિત 19 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. એસઓજીની ટીમને તરસાલી ઉમા વિદ્યાલય પાસે આવેલ પ્રથમ પેરેડાઈઝ વિલાના મકાન નં. 143 માં વિદેશી દારૂનો જથ્થો છૂપાવ્યો હોવાની બાતમી મળી હતી. પી.આઈ. એસ.જી.સોલંકીની સૂચના મુજબ પીએસઆઈ ડી.વી ઢોલા જમાદાર,બીપીનચંદ્ર, હેડ કોન્સ્ટેબલ કમાલુદ્દીન, જીતેન્દ્ર, રાજેશ રામસિંગ, જયકિશન, જયેશ હેમરાજસિંહ, આસિફભાઈ તથા હરીદત્તસિંહની ટીમે આયોજનબધ્ધ કલાકો સુધી વોચ ગોઠવીને છાપો માર્યો હતો. મકાનમાં થોકબંધ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.

હાજર ઈસમની તુરંત અટકાયત કરીને પુછતાછ કરતા નારાયણ ધ્યાનસિંહ ચૌહાણ (રહેવાસી :- 601, નક્ષત્ર હેલીટેડ સનસીટી પેરેડાઝ સામે માંજલપુર) જણાવ્યું હતું. મેકડોવેલ્સ વ્હીસ્કીની 540 બોટલ, ઓલસીઝન્સની 456 નંગ બોટલ ટેટ્રાપેક 4656 નંગ તથા 25 હજારના આઈફોન સાથે 9.9 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. બુટલેગર નારાયણની પ્રાથમિક પુછતાછમાં જણાવેલ કે, દારૂનો જથ્થો રાજસ્થાનના ગેવર બિશ્નોઈ જે હાલમાં આજવા-વાઘોડિયા રોડ પર રહે છે.

તેમજ તેના બે સાગરીતો પ્રતાપસિંહ પ્રજ્ઞા અને માધુભઈ નામના ઈસમે જથ્થો પૂરો પાડયો હતો. આરોપીએ સ્વબચાવમાં પોલીસને ગોળ ગોળ ફેરવવા કબુલાત કરેલ કે, રેતી કપચી સપ્લાય કરતો હતો. પરંતુ કોરોનાના કારણે ધંધો ભાંગી પડતા આર્થક સંકડામણમાંથી બહાર નીકળવા દારૂનો ધંધો ચાલુ કર્યો હતો. માત્ર બે દિવસ પૂર્વે જ  મકાન ભાડે રાખીને દારૂ છુપાવ્યો હતો. પ્રથમવાર જ દારૂ વેચવાનો પ્રયાસ કર્યાનું રટણ કરતો ભેજાબાજ નારાયણ કોઈ સેનાનો કાર્યકર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. પહેલી જ વારમાં આટલા જંગીજથ્થામાં દારૂ વેચવા મંગાવે તેવી હિંમત નામચીન બુટલેગરો પણ નથી કરતા તો આ ટ્રાન્સપોર્ટર નો વેપારી આટલો જથ્થો મંગાવે ખરી ? અન્ય સાગરીતો કોણ છે દારૂનો વેપલો કયારથી કરે છે કોને કોને જથ્થો પૂરો પાડે છે તે તપાસ િદશા તરફ પોલીસે તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top