National

ટોક્યો ઓલિમ્પિક્સ : ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો, પ્રથમ વખત ઓલિમ્પિક સેમિફાઇનલમાં પહોંચી

પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ટોક્યો ઓલિમ્પિક (ઓલિમ્પિક 2020) માં ભારત માટે સૌથી મોટી ખુશખબર આવી છે. ભારતીય હોકી ટીમ 4 દાયકા પછી ઓલિમ્પિકમાં સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. આ સાથે જ ભારતની મહિલા હોકી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર 2 ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય મહિલા હોકી ટીમે હાફ ટાઇમમાં ઓસ્ટ્રેલિયા પર 1-0ની લીડ મેળવી હતી. 

ભારતીય મહિલા ટીમે ત્રણ વખત સુવર્ણ ચંદ્રક વિજેતા ઓસ્ટ્રેલિયાને હરાવી

ભારતીય મહિલા ટીમને ત્રણ વખતની સુવર્ણ ચંદ્રક વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં 1-0થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી. ઓલિમ્પિક્સના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય મહિલા ટીમ ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પહોંચી છે. 1980 ની ઓલિમ્પિક્સ રાઉન્ડ રોબિન ધોરણે રમાઈ હતી જેમાં મહિલા ટીમ અંતિમ 4 માં આવીને હારી ગઈ હતી.

ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને ઇતિહાસ રચ્યો અને ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પહોંચી. પ્રથમ વખત ભારતીય મહિલા ટીમ ઓલિમ્પિકમાં સેમી ફાઇનલ મેચ રમશે. છેલ્લી 3 મિનિટ ખૂબ જ રોમાંચક હતી. ઓસ્ટ્રેલિયાની ટીમને 2 પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ ભારતના ડિફેન્સે શાનદાર કામ કર્યું અને ઓસ્ટ્રેલિયાને રોકીને ઈતિહાસ રચ્યો.

Most Popular

To Top