કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે પર મિલીયન એટલે કે દર દસ લાખ લોકોએ વેક્સિનેશન અંતર્ગત પાંચ લાખ ૧૭ હજાર વ્યક્તિઓનું વેક્સિનેશન કરીને દેશભરમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં કોરોના વેક્સિનેશનના ૭૫ લાખ ડોઝ જુલાઇ-ર૦ર૧ દરમ્યાન થયા છે.
એટલું જ નહિ, તા.૩૧મી જુલાઇ સુધીમાં ગુજરાતમાં કોરોના વેક્સિનેશન ૩ કરોડ ૩ર લાખ ૬પ હજાર ૯૭પ ડોઝ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી.
રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી પ૦ ટકા ઉપરાંત એટલે કે ર કરોડ પ૩ લાખ ૩ર હજાર ૦ર૩ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે અને ૭૯ લાખ ૩૩ હજાર ૯પર લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે. સમગ્રતયા, ગુજરાતે તા.૩૧ જુલાઇ-ર૦ર૧ સુધીમાં ૩ કરોડ ૩ર લાખ ૬પ હજાર ૯૭પ ડોઝ કોરોના વેક્સિનના આપ્યા છે.