સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ કરાઇ છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, એક વર્ષ અને ત્રણ મહિનાનું બાળક છે જે વેડરોડ ખાતે રહે છે તેને સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો છે. પાલની 61 વર્ષીય મહિલા છે જેને મિશનમાં દાખલ કરાઇ છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, સરથાણાનો 22 વર્ષીય યુવક છે તેની મહેસાણાની ટ્રાવેલ હિસ્ટ્રી છે અને તેને નવી સિવલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, કતારગામની 34 વર્ષીય મહિલાને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, પાંડેસરાના 36 વર્ષીય પુરૂષને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી છે. વરિયાવી બજારના 64 વર્ષીય પુરૂષને સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, હીરાબાગના 16 વર્ષીય કિશોરને સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, ભટારના 48 વર્ષીય પુરૂષને સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો છે અને તેની મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી છે.
વેસુના 83 વર્ષીય વૃદ્ધને યુનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, પાંડેસરાના 20 વર્ષીય યુવાનને સિવિલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, પણ તે પોઝિટિવના સંપર્કમાં આવ્યો હતો. પાંડેસરાની 75 વર્ષીય મહિલાને સિવિલમાં ખસેડવામાં આવી છે તેઓ પોઝિટિવના સંપર્કમાં આવ્યા હતા. પાંડેસરાના 49 વર્ષીય આધેડને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ તેઓ પોઝિટિવના સંપર્કમાં આવ્યા હતા. આ ઉપરાંત પાંડેસરાના 49 વર્ષીય પુરૂષ અને 40 વર્ષીય મહિલાને પણ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેઓ પણ પોઝિટિવના સંપર્કમાં આવ્યા હતા. કાપોદ્રાના 22 વર્ષીય યુવાનને સ્મીમેરમાં ખસેડાયો છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, બેગમપુરાના 65 વર્ષીય પુરૂષને મિશનમાં ખસેડાયા છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી,, રાંદેરની 55 વર્ષીય મહિલાને નવી સિવિલમાં ખસેડાઇ છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, આ ઉપરાંત પાંડેસરાના 19 વર્ષીય યુવાનને સિવિલમાં ખસેડાયો છે અને તે મુંબઇ જઇને આવ્યો છે.
ઉપરાંત આજે સુરતમાં સાત દર્દીઓનાં રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા હતાં. નાના વરાછા ખાતે રહેતા 50 વર્ષીય પુરૂષ જેને નોવેલ કોરોનાનાની શંકાના કારણે ગઇ તારીખ 2જી એપ્રિલના રોજ સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો હતો તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે આ ઉપરાંત પીપલોદના 53 વર્ષીય પુરૂષને ગઇ કાલે શંકાસ્પદ કોરોનાને કારણે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેનો પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાંત યૂપીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ટેક્સટાઈલ માર્કેટનાં 18 વર્ષીય યુવક, મેહસાણાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા સરથાણાના 22 વર્ષીય યુવક, કતારગામની 34 વર્ષીય મહિલા, મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા પાંડેસરાના 36 વર્ષીય પુરુષ અને વેસુના 83 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
એક તરફ સુરતમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા નથી. શંકાસ્પદના રિપોર્ટ પણ નેગેટિવ આવી રહ્યા હોવાથી હવે તંત્રએ થોડી હળવાશ અનુભવી છે. શનિવાર બપોર સુધીમાં સુરત શહેરમાં કુલ 183 કેસ શંકાસ્પદ નોંધાયા છે. તેમાંથી 10 પોઝિટિવ છે જ્યારે 157 નેગેટિવ છે. 16 શંકાસ્પદ વ્યક્તિઓના રિપોર્ટ હજી આવવાના બાકી છે.