‘યે દોસ્તી હમ નહીં ભૂલેંગે’. આજના યુવો માટે તો ગિફ્ટસ વિનાનું સેલિબ્રેશન જ અધૂરું છે. એમાંય વાત જ્યારે દોસ્તીની આવે ત્યારે એમાં કેમ પાછી પાની કરવી. ફ્રેન્ડશીપને પણ યાદગીરી તરીકે સાચવી રાખવા માટે આજનું યુવાધન પોતાના ખાસ ફ્રેન્ડ્સ માટે ખાસ કસ્ટમાઇઝડ ગિફ્ટસ બનાવી રહ્યાં છે. પોતાની ફ્રેન્ડશીપના યાદગાર દિવસોને લોકો લાકડા પર કોતરાવી તે ફ્રેમને ઘરમાં લટકાવી રહ્યા છે. બજારમાં આવા કસ્ટમાઇઝડ ગિફ્ટની ધૂમ મચી છે.
- ખાસ ફ્રેન્ડસને ખાસ ગિફ્ટસ
આજકાલ યુવાઓ પોતાના ખાસ ફ્રેન્ડ્સને પોતાની ફ્રેન્ડશીપનો કેટલો સમય થયો એ મેમેરી હંમેશા માટે યાદગાર બનાવા માટે યુનિક આઈડીયા અપનાવી રહ્યા છે. ફ્રેન્ડશીપ શરુ થઈ હોય ત્યારથી અત્યાર સુધીના દિવસોને ક્સ્ટમાઇઝડ વુડન મેમરી વોલ પર કોતરીને તેઓ કેટલા વર્ષ, મહિના, અઠવાડિયા, દિવસ અને મિનિટ સાથે રહ્યા તેની ગણતરી કરીને વુડન મેમરી વોલ બનાવવામાં આવે છે. શહેરમાં હાલ આ પ્રકારના કસ્ટમાઈઝ્ડ ગિફ્ટનો ટ્રેન્ડ વર્તાય રહ્યો છે.