ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે અને બંને સરસપુરના છે. જ્યારે અમદાવાદમાં કોરોનાની સારવાર દરમિયાન એક મહિલાનું મોત થઇ ગયુ છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંકડો 10 પર પહોંચ્યો છે. એકલા અમદાવાદમાં જ કોરોનાના 43 કેસ છે, ગુજરાતમાં આજે જે પોઝિટિવ 10 કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં 5, ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2 અને પાટણના 1 કેસનો સમાવેશ થાય છે.આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી કોરોના સામેની લડાઈમાં લેવાઈ રહેલાં પગલાંની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણી આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. એટલું જ નહીં ગુજરાતમાં કોરોના સામેની લડાઈમાં રાજય સરકારે લીધેલાં પગલાંની માહિતી તેમણે પીએમ મોદીને આપી હતી. જેમાં ખાસ કરીને સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ઊભી કરવામાં આવેલી સ્પે. કોરોના હોસ્પિટલની માહિતી પણ આપી હતી. ઉપરાંત લોકડાઉનના અમલ અંગે પણ તેમણે વડાપ્રધાનને વાકેફ કર્યા હતા. આ વિડીયો કોન્ફરન્સમાં વિજય રૂપાણી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ અને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોરોનાથી ગુજરાતમાં વધુ એક મોત, 10 નવા પોઝિટિવ
By
Posted on