વય વધે એટલે જીવન ઘટે, પણ જયારે બાળકનો પ્રથમ જન્મદિવસ ઉજવીએ ત્યારે વય વધે એમ બધા શુભેચ્છા પાઠવે અને એટલે જ ‘હેપી બર્થ ડે’ કહેવાય. પછી તો બીજો – ત્રીજો એમ મનાવતા રહીએ. પાકટ વયે જન્મદિવસ ઉજવવાની પરંપરા એ સારી બાબત ગણાય, પણ આ ઉજવણી કરીએ ત્યારે બાળક નહીં કહેવાય એટલે વાસ્તવિક ઉંમર વધે નહીં, પણ ઘટે એમ કહીએ તો ખોટું નથી. આ તો ફકત આંકડા જ છે. જન્મદિનની ઉજવણી કઇ રીતે મુલવીએ તે અગત્યનું છે. ૬૦ વર્ષની વયે બુધ્ધિ નાઠી એમ કહેવાય, પણ સદર વય પછી જ સાચું જીવન શરૂ થાય, કેમ કે વિશ્વના ફલક પર નજર કરીએ તો ઉદ્યોગપતિઓ, લેખકો, ફિલ્મ સ્ટારો, રાજકારણીઓની સરેરાશ વય ૬૦ થી ૮૫ વચ્ચે જોવા મળે છે. બુઢ્ઢાઓનો તો કોઇ ઉલ્લેખ કરતું જ નથી. આર્થિક લાભો પણ મળે છે. સારી તંદુરસ્તી એ જ સાચા જન્મદિનની ઉજવણીની નિશાની છે. સુરત – ચંદ્રકાંત રાણા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તંદુરસ્ત સ્વાસ્થ્ય એ જ જન્મ દિવસની સાચી ઉજવણી
By
Posted on