Madhya Gujarat

શહેરના પંડ્યા બ્રિજ પાસે યુવતીને ઢસડીને મારઝુડ કરી

વડોદરા: શહેરના પંડ્યા બ્રિજ પાસેથી પસાર થઈ રહેલી એક્ટિવા  સવાર યુવતીનો પીછો કરી તેણીને પંડ્યા બ્રિજ નજીક રોકીને  પ્રેસમાંથી છું. તેમ કહું યુવતીને મારમારી છેડતી કરનારા ત્રણ શખ્સોએ યુવતી સામે રોફ ઝાડી રાત્રી કરફ્યુમાં કયા નીકળ્યા છો તેમ કહી અભદ્ર વર્તન કરનાર ત્રણેયને ફતેગંજ પોલીસે ઝડપી પાડી તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુસાર શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતી યુવતી રવિવારે રાત્રે એક્ટિવા પર તેની બહેન અને ભાભી સાથે ગેંડા સર્કલ નજીકથી પસાર થઇ રહી હતી તે સમયે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમનો પીછો કર્યો હતો અને પંડ્યા બ્રિજ નજીક એક્ટિવાને રોકી હું પ્રેસમાં છું તને બદનામ કરી નાખીશ તેમ જણાવી ધમકી આપી હતી.

દરમિયાન યુવતીએ બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોનો મોબાઇલમાં ફોટો પાડતા જ શખ્સો ઉશ્કેરાયા હતા અને તેઓએ યુવતીના વાળ પકડીને રોડ પર ઢસેડી માર માર્યો હતો. ઘટનામાં ટોળા એકત્ર થતા હુમલાખોર ત્રિપુટી સ્થળ પરથી વાહન મૂકી ફરાર થયા હતા. બનાવની ફરિયાદ નોંધાતા ફતેગંજ પોલીસે ઝડપાયેલા વાહનના આધારે ફતેગંજ પોલીસ મથકની પાછળ રહેતા બ્રિજરાજ ઉર્ફે કલ્લુ કાંથારીયા, એરિઝ જોન ફર્નાન્ડિઝ અને છાણી જકાતનાકા પાસે રહેતાં ગીરીરાજ રોનક દિપક ઠાકરને ઝડપી પાડયા હતા. ત્રિપુટી પીધેલી હાલતમાં મોપેડ પર જઈ રહેલી યુવતી, તેની બહેન અને ભાભીને રાત્રી કરફ્યુ દરમ્યાન ક્યાં જાવ છે તેમ કહી અભદ્ર વર્તન કર્યું હતું. ઝડપાયેલો ગીરીરાજ કંથારીયા સાપ્તાહિક પેપરમાં કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top