નવી દિલ્હી: (Delhi) આ શૈક્ષણિક વર્ષથી નીટ (NEET) યૂજી (UG) અને પીજી (PG) માટે આરક્ષણ લાગુ થશે. સરકારે અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક તબીબી અને ડેન્ટલ અભ્યાસક્રમો માટે ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકો માટે ઓબીસી અને ઇડબ્લ્યુએસ આરક્ષણને (Reservation) મંજૂરી આપી દીધી છે. આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે યુજી અને પીજી મેડિકલ પ્રવેશ માટે અખિલ ભારતીય ક્વોટા યોજનામાં ઓબીસી માટે 27 ટકા અને આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. તેમાં અન્ય પછાત વર્ગ (OBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે અનામત લાગૂ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ/ડેન્ટલ કોર્સ (MBBS/MD/MC/DIPLOMA/BDS/MDS) મમાટે 27 ટકા અને EWS કોટામાં 10 ટકા અનામત મળશે. સરકાર દ્વારા આ યોજના 2021-2022ના સત્રથી લાગૂ થશે.
આ નિર્ણયથી આશરે 5550 વિદ્યાર્થીઓને લાભ થશે. સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, સરકાર પછાત અને ઈડબ્લ્યૂએસ વર્ગ બંને માટે યોગ્ય અનામત આપવા પ્રતિબદ્ધ છે. દર વર્ષે એમબીબીએસ (MBBS) માં આશરે 1500 ઓબીસી વિદ્યાર્થીઓ અને પોસ્ટગ્રેજ્યુએટમાં 2500 ઓબીસી વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે. આ રીતે MBBS માં આશરે ઈડબલ્યૂએસના 550 (EWS) વિદ્યાર્થીઓને અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 1000 EWS વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે. એક દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વમાં ઓબીસી સાંસદોના એક પ્રતિનિધિ મંડળે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી નીટ યૂજી અને પીજીમાં અખિલ ભારતીય કોટામાં ઓબીસી અને ઈડબ્લ્યૂએસ ઉમેદવારો માટે અનામત લાગૂ કરવાની માંગ કરી હતી.
જણાવી દઈએ કે નીટ યૂજી અને પીજીમાં અનામતનો મુદ્દો ઘણા સમયથી પેન્ડીંગ હતો. 26 જુલાઇએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબંધિત કેન્દ્રીય મંત્રીઓને આ સમસ્યાનું સમાધાન શોધવા નિર્દેશ આપ્યો હતો. આ પછી NEET યૂજી અને પીજી પ્રવેશમાં અનામત લાગુ કરવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી દર વર્ષે એમબીબીએસમાં લગભગ 1500 ઓબીસી વિદ્યાર્થીઓ અને પીજીમાં 2500 ઓબીસી વિદ્યાર્થીઓ, એમબીબીએસમાં 550 જેટલા ઇડબ્લ્યુએસ વિદ્યાર્થીઓ અને પીજીમાં 1000 જેટલા ઇડબ્લ્યુએસ વિદ્યાર્થીઓ લાભ લેશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું કહેવું છે કે આ નિર્ણયથી લગભગ 5,550 વિદ્યાર્થીઓને લાભ મળશે. સરકાર પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવા પ્રતિબદ્ધ છે.