તા. ૧૯-૭-૨૧ ના ‘ગુજરાતમિત્ર’નો ‘સત્તા માટે એકબીજાના પગ ખેંચતા નેતાઓએ સ્વહિતને બદલે જનહિત માટે વિચારવું જોઇએ’ શીર્ષક હેઠળનો તંત્રી લેખ વાંચી આ ચર્ચાપત્ર લખવાની પ્રેરણા મળી. તંત્રી લેખ લખનારને અભિનંદન. સત્તા માટે પક્ષપલટો કરનાર નેતાઓએ અને ખોબલે ખોબલે ઢગલેબંધ મતો મેળવી સત્તા મેળવ્યા પછી પ્રજાને ભુલી જનાર નેતાઓએએ ખાસ વાંચવા જેવો છે. અને પ્રજાના કામ કરવા માટે પ્રજાએ તેમને મતો આપી જીત અપાવી છે તો પ્રજાની સેવાના કાર્યો તેઓએ કરવા જોઇએ. ફકત સ્વહિત ન જોતા જનહિત અંગે પહેલાં વિચારવું જોઇએ. પછી પ્રજાના કાર્યો કરવાનું પગે લાગતાં પ્રજા પાસે આવી જાતજાતના વચનો આપી આકાશ કુસુમ ખીલવે છે. પ્રજાની હાલત તો તેની તે રહે છે બલકે બદ્તર થાય છે. સત્તા મેળવ્યા પછી રોડપતિમાંથી કરોડપતિ પણ થઇ જાય છે. આ તંત્રીલેખ વાંચી સત્તા મુખ્યા નેતાઓ સુધરશે ખરા? નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પ્રજાના મત ખાયને પ્રજાનું ખોદનારા નેતાઓ
By
Posted on