Vadodara

સ્વામીજીનો નશ્વર દેહ દર્શનાર્થે મુકાયો : ભક્તોનું ઘોડાપૂર

વડોદરા: વડોદરાનાં સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરુવર્ય પૂ.હરિપ્રસાદ સ્વામીજીના દેહ વિલય બાદ ચાર દિવસ માટે તેમના પાર્થિવ શરીરીને ભક્તોના અંતિમ દર્શન માટે મંદિરના તેમના નિવાસસ્થાની બાજુમાં આવેલ ભવનમાં મુકવામાં સાવ્યા છે.વહેલી સવારથીજ સોખડા મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.જ્યાં જુઓ ત્યાં હરિભક્તોની કતારો જોવા મળી હતી.

તમામ જગ્યાએ હરિભક્તો શિસ્તબદ્ધ રીતે સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા નો લાભ મળે તેમાટે લાંબી કતારોમાં રાહ જોઈને ઉભા રહયા હતા. મંદિર પ્રશાસન દ્વારા ચોમાસામાં ભક્તોને મુશ્કેલી ન ઓડે તે માટે વોટર પ્રુફ ટેન્ટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. સોખડા મંદિર પ્રશાસન દ્વારા દરેક પ્રદેશ અને વિભાગના ભક્તોને  અંતિમ દર્શન માટે તારીખ અને સમય વોટ્સ અપ દ્વારા જણાવી દેવામાં આવ્યો હતો.બુધવારે , ભરૂચ આણંદ ખેડા સહિત વડોદરાના હરિ ભક્તોને અંતિમ દર્શન કરવા માટેનો સમય ફાળવવામાં આવ્યો હતો.

દુર દુરથી પોતાના વાહનોમાં હરિભક્તો અનંત યાત્રાએ નીકળેલા તેમના માર્ગ દર્શક એવા ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરીને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે આવ્યા હતા. મહિલાઓ તેમજ પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર બહાર એક કિલોમોટર જેટલી લાંબી લાઈનો લાગી હતી.તમામ ભક્તોને શિસ્તબદ્ધ રીતે દર્શન કરવા માટે કતારમાં મોકલવામાં આવતા હતા.મંદિરની અંદર સભાખંડમાં વિશાળ એલઇડી સ્ક્રીન પર પણ લાઈવ દર્શન  નિહાળવાની વ્યવસ્થા કરાઈ હતી.

દરેક ભક્તોને પ્રત્યક્ષ દર્શન માટે ગ્રુપમાં મોકલવામાં આવી રહ્યા છે.આગમી ત્રણ દિવસ સુધી સોખડા મંદિરમાં અંતિમ દર્શન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સોમવારે  ભરૂચ,આણંદ, ખેડા, નડિયાદ, સહિત વડોદરાનાં રાજકીય સામાજિક, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ  અક્ષરનીવાસી સ્વામી હરિપ્રસાદ મહારાજના અંતિમ દર્શન માટે આવ્યા હતા. અમદાવાદ ઇસ્કોન મંદિરના   બીજેપી કોંગ્રેસ ના નેતાઓ, અગ્રણીઓ, નગર પાલિકાના સદસ્યો, મહાનગર પાલિકાના શાસક પક્ષ તેમજ વિપક્ષના નેતાઓ અને પદાધિકારીઓ પણ સ્વામીજીના તુમ દર્શન કરીને તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતાં.

હરિપ્રસાદ સ્વામીજી જન્મસ્થળ આસોજમાં ગ્રામજનો દ્વારા સ્વયંભુ બંધ

અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજી જન્મસ્થાન સાવલી -વડોદરા મુખ્યમાર્ગ પર આવેલ આસોજ ગામમાં ઘેરા શોક ની લાગણી ફેલાઈ હતી. ગ્રામજનો દ્વારા આજે  સ્વયંભુ બંધ પાળવામાં આવ્યો હતો.વડોદરા તાલુકા અને સાવલી વડોદરા ના મુખ્યમાર્ગ પર આવેલ આસોજ ગામ  માં અક્ષરધામ નિવાસી પૂજ્ય હરિપ્રસાદસ્વામીજી નું પ્રાગટય સ્થાન આવેલુછે. આખા ગામ આઘાતમા સરી પડ્યું છે.  ગામ સંપૂર્ણપણે સ્વયંભૂ બંધ રખાયું છે સ્વામીજી ના જ્ન્મ સ્થાને સ્મૃતિ માં જન્મસ્થાન પર મંદિર નું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યુંછે.

જ્યાં  હરિપ્રસાદ સ્વામીજી રહેતાં હતાં પૂજા અર્ચના કરતાં હતાં તે તમામ સ્મૃતિ ચિન્હો ની જાળવણી કરાઈ રહી છે. અક્ષરધામ નિવાસી પૂજ્ય હરિપ્રસાદસ્વામીજી ના બાળપણ ના લઘુબંધુ અને માસીયાઈ ભાઈ એવાં  આસોજ ગામ ના વયોવૃદ્ધ પ્રભુદાસભાઈ પટેલ એ હરિપ્રસાદ સ્વામીજી સાથે વિતાવેલી યાદગાર ક્ષણો નું સ્મરણ કરી કહ્યું હતું તેવો 11 વર્ષ ની આયુ સુધી આસોજ ગામ માં હતા તે પછી 11 વર્ષ આણંદ માં રહ્યા અને 11 વર્ષ ગુરુ સ્વામી ના સેક્રેટરી રહ્યા અને દીક્ષા પ્રાપ્ત કરી હતી તેવો સાથે વિતાવેલી યાદગાર ક્ષણો નું સ્મરણ કરતાં તેવો એ સ્વામીજી ની શીખ યાદ કરીહતી. મનુષ્ય માં રહેલ આત્મા ના દર્શન કરો તે મનુષ્ય ના કર્મો ને ન જુઓ મનુષ્ય માં રહેલ આત્મા ના દર્શન કરવા જણાવ્યું હતું આધ્યાત્મિક,અને સામાજ માટે સામાજિક ભેદભાવ વગર સમર્પિત થવા નો ભાવ ઉજાગર કરવામાં આજીવન સેવારત રહી તેવો એ આપેલો અમૂલ્ય યોગદાન  સદાય માટે અવિસ્મરણીય રહેશે.

Most Popular

To Top