Vadodara

દશામા પર્વ અને ગણેશ ઉત્સવમાં મૂર્તિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવા માંગ

વડોદરા : દશામાંના તહેવાર પૂર્વે વડોદરા શહેરમાં કુત્રિમ તળાવ તૈયાર કરવાની માંગ કરવામાં આવી છે.આ માટે શહેરના જાગૃત યુવાનોએ તંત્ર સામે બાંયો ચઢાવી કહ્યું છે કે જો તંત્ર આ તૈયારી સક્ષમ ન હોય તો તેઓ પોતેજ સંપૂર્ણ તૈયારીઓ કરવા કટિબદ્ધ છે. ઉત્સવપ્રિય નગરીમાં તહેવારો ની જમાવટ બજારોમાં જોવા મળી રહી છે.ગણતરીના દિવસોમાં હવે દશા માતાજીના વ્રતનો પ્રારંભ થનાર છે.ત્યારે તે પૂર્વે તેમના વિસર્જનની તૈયારીઓ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે તે માટેની માંગ વડોદરાના યુવાનો દ્વારા કરવામાં આવી છે.

સ્વેજલ વ્યાસ અને જય ઠાકોર આ બંને જાગૃત યુવાનો આજે નવલખી મેદાન ખાતે પહોંચ્યા હતા.અને તેઓએ કુત્રિમ તળાવની વ્યવસ્થાની માંગ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે જો તંત્ર વ્યવસ્થા કરી શકવામાં અસક્ષમ હોય તો તેઓ પોતે આ વ્યવસ્થા કરી શકે છે.વડોદરા શહેર સંસ્કારી નગરી ધાર્મિક નગરી કહેવાય છે. ગરબા હોય ગણપતિ હોય કે દશામા હોય દેશ-વિદેશમાંથી પહેલા લોકો સુરસાગર તળાવ ખાતે આવતા હતા. અનેરો ઉત્સાહ અને અનેરો આનંદ આવતો હતો.એ તહેવાર હતો તે દિવસ હતો કે સમગ્ર શહેર ત્યાં એકત્ર થતું હતું.

પરંતુ ક્યાંક ને ક્યાંક આજે એને બંધ કરી દેવાયું છે.માત્ર ભાજપના કોઇ નેતા આવે ત્યારે તેના તાળા ખુલે છે. પણ આમ નાગરિક માટે સુરસાગર તળાવના તાળા નથી ખોલતા. ધાર્મિક ઉત્સવોને બંધ કરવા માટે ભાજપે એક કમિટી બનાવી છે.ભારતીય જનતા પાર્ટી ના કહેવાથી ગયા વખતે અમારી ઉપર પોલીસ કેસ કર્યા હતા. નવલખી ખાતે દશા માતાજીની મૂર્તિઓ લાવ્યા હતા.વિસર્જનની વ્યવસ્થા કરી હતી.

તમામ રીતે પ્રયત્ન કર્યા હતા કે લોકો સોશિયલ ડિસ્ટન્ટ જાળવીને અહીં મૂર્તિ આપી જાય અને મૂર્તિઓનું વિસર્જન થાય કેમકે સ્થાપના થયા પછી મૂર્તિનું વિસર્જન થવું જરૂરી છે.પરંતુ સરકારે પોતાની તાકાત બતાવી હતી.ત્યારે પણ અમે 500 થી 600 જેટલી પ્રતિમાઓનું વિસર્જન નદીઓમાં કર્યું હતું.આજે અમે કહેવા માંગીએ છે કે સાત દિવસ અગાઉ દશામાના પર્વને લઈને અત્યારથી ગાઈડલાઈન બહાર પાડી દો કે પ્રતિમા આવી રીતે સ્થાપના થશે અને આ કૃત્રિમ તળાવમાં વિસર્જન થશે.

જો એ નહીં થાય તો શહેરના તમામ ધાર્મિકો જેની લાગણી નહીં દુભાય તેની અમે બાંહેધરી આપીએ છીએ.કેમ કે વડોદરામાં જે પ્રતિમાઓની સ્થાપના થશે.એતો થવાની જ છે. શહેર પોલીસ કમિશનરને પણ કહેવા માંગીએ છીએ કે સ્થાપના અમારા ધર્મ પ્રમાણે થવાની છે અને વિસર્જનની વ્યવસ્થા ન થતી હોય તો અમને કહો અમે તમામ વિસર્જનની વ્યવસ્થા કરવા તત્પર તેમ
જણાવ્યું હતું.

Most Popular

To Top