Vadodara

બે જૈન સાધ્વીજીની 99મી આયંબિલની ઓળીનું પારણું : તપસ્વીની શોભાયાત્રા

વડોદરા: જૈન દર્શન મુજબ કેટલાક કરેલા કર્મોની નિરજરા દાન-પુણ્યથી થઈ શકે છે. પણ કેટલાક ઘાતી કર્મો જો આત્મા પર લાગેલા હોય તો તેને છોડાવવા તપધર્મ િસવાય કોઈ આરો નથી તેમ પ્રવર્તીની સાધ્વીજી ભગવંત નિર્મલાશ્રીજી મ.સાએ જણાવ્યું હતું. અને તેથી જ તેમની બંને શિષ્યાઓએ આજથી બરાબર 25 વર્ષ પહેલા આચાર્ય ઈન્દ્રિદન્નસૂરિ મ.સા. પાસે વર્ધમાન તપઆયંબિલનો પાયો નાખ્યો હતો.  જેની 99મી આયંબિલ તપની ઓળીનું પારણુ આજે આર વી દેસાઈ રોડ પ્રતાપનગર આત્મ વલ્લભ પ્રતાપનગર જૈન સંઘ ગણેશ સોસાયટી ખાતે થશે.

જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, વર્તમાન ગચ્છાધિતિ આ.ધર્મ ધર્મધૂરંધરસૂરિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પ્રર્વતીની સાધ્વી નિર્મલાશ્રીજી.મ.સા. જે પોતે પણ આ જીવન શાકભાજી લીલોતરી અને ફળફળાદીનો ત્યાગ કરેલ છે. તેવા સાધ્વી વૈભવ દર્શિતાશ્રીજી તથા વિરાગદર્શિતાશ્રીજી.મ.સા.ની વર્ધમાન તપની 99મી ઓળીના પારણાનો લાભ બ્રાહ્મી સુંદરી સાહેલી સર્કલ દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં સવારે 7-00 વાગે મહાવીર જૈન વિદ્યાલયથી વાજતે ગાજતે તપસ્વી સાધ્વી ભગવંતોની શોભાયાત્રા નીકળશે. આ કાર્યક્રમમાં ખાસ ઈન્દ્રપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય વિદ્યુતરતીસૂરિ મ.સા. ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી,મુનિન્દ્ર  વિજયજી મ.સા. તથા જાની શેરી સંઘમાં િબરાજમાન મૌન  સાધક વિશ્વેન્દ્રવિજયજી મ.સા. ખાસ પધારશે અને વ્યાખ્યાન આપશે.

પ.પુ.‌ આચાર્ય ભગવંતશ્રી ‌વિધૅુતરત્ન‌ સૂરીશ્વરજી   મ.સા.‌‌તથા‌ શ્રમણી‌ ભગવંતો‌‌ આદી ઠાણા પધારશે

પ. પુ‌.‌‌સા. ભગવંત નિર્મળા‌શ્રીજી મ.સા.ના પ. પૂ.સા. ભગવંત સાધ્વી વિનીતયશા‌ શ્રીજી‌ મ.સા.‌ની‌ સુશિષ્યા પ. પૂ.‌સા. ભગવંત વૈભવ‌દર્શિતા શ્રીજી‌ મ.સા.‌ તથા પ.‌પુ.સા. ભગવંત વિરાગદર્શિતા શ્રીજી‌ મ.સા (બંધુબેલડી) ની‌‌ શ્રીવર્ધમાન‌તપ‌ની ૯૯ મી ઓળી‌ના પારણાનો લાભ બ્રાહ્મી ‌સુંદરી સાહેલી સકૅલને મળેલ છે. એમા પ.પુ.‌ આચાર્ય ભગવંતશ્રી ‌વિધૅુતરત્ન‌ સૂરીશ્વરજી મ. સા.‌‌તથા‌ શ્રમણી‌ ભગવંતો‌‌ આદી ઠાણા પધારશે. પ.પૂ.સાધ્વી વૈભવદરશિતાશ્રીજી મ.સા તથા વિરાગદર્શિતાશ્રીજી મ.સાહેબ .જેમને આ આયંબિલ તપની ઓળી સાથે સાથે વીસ સ્થાનકની ઓળી. બે વરસી તપ સહિત અનેક તપસ્યાઓ પુર્ણ કરી છે.

Most Popular

To Top