ભરૂચ: (Bharuch) ભાડભૂત બેરેજ (Barrage) યોજના તૈયાર થતા દહેજથી હાંસોટ થઈને સુરત જવાનો રસ્તો નજીક થઇ જશે. ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી) દ્વારા અરબી સમુદ્રના કિનારે હાંસોટ ખાતે ઔદ્યોગિક ડેવલપમેન્ટ હેઠળ જમીન સંપાદિત કરવાનો તખ્તો ગોઠવી કાઢ્યો છે. જેનાથી આજનું હાંસોટ એ આવતીકાલનું ઇન્ડસ્ટ્રિયલ તાલુકા પેલેસ બનાવાનો માર્ગ ખુલ્લો કરી દીધો છે.
ખારપાટ અરબી સમુદ્ર એરિયામાં ડેવલપમેન્ટ કરવું હોય તો ઔદ્યોગિક વિકાસ માટે તંત્રએ ગાંઠ વળી છે. ભરૂચ જિલ્લાનું આર્થિક પાટનગર દહેજ વિસ્તારમાં કોર્પોરેટ કંપની સહિત ઉદ્યોગોની વણઝાર લાગી છે. ભૌગોલિક રીતે વિશાળ નર્મદા નદીને કારણે ભવિષ્યમાં ભરૂચ નગરજનોને શુદ્ધ પાણી માટે ભાડભૂત બેરેજ યોજના ભવિષ્યમાં સાકાર થાય તો દહેજ કે સુરતના વાહનચાલકોએ નેશનલ હાઇવે જવાનો વારો નહીં આવે. હાંસોટ થઈને દહેજ-સુરતનું અંતર પણ ઘટી જશે.
આ યોજના બનતા પહેલાં જ ભરૂચ જિલ્લાનો હાંસોટ તાલુકાને પણ આવતીકાલ વિકસિત થવાના સંજોગો દેખાઈ રહ્યા છે. હાલમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી) દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે ઔદ્યોગિક પ્લોટ આપવાનું આયોજન છે. જે માટેની પ્રોસિજર શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ડિમાંડ સરવે માત્ર નિગમને વસાહતના આયોજનમાં મદદરૂપ થાય એ માટે જ છે. ખાસ કરીને હાંસોટમાં જીઆઈડીસીથી વિકાસને ભવિષ્યમાં મોખરે હશે. ખાસ કરીને ભાડભૂત બેરેજ સાકાર થયા બાદ ભરૂચ જિલ્લામાં દહેજ બાદ હાંસોટ ડેવલપમેન્ટમાં અગ્રેસર હોવાનો અંદાજ છે.