વિવેકહીન વિદ્વત્તા શા કામની? – Gujaratmitra Daily Newspaper

Charchapatra

વિવેકહીન વિદ્વત્તા શા કામની?

વિદ્વત્તા હોવી એ સારી બાબત છે પણ એની સાથે નમ્રતા, ભાષાકીય વિવેક-સંયમ પણ એટલો જ જરૂરી છે. પોતાની લીટી લાંબી છે એવી માન્યતા ઘણી વાર સાચી હોય, ઘણી વાર ભ્રમ પણ હોય! જે હોય તે, પરંતુ બીજાની લીટી ટૂંકી છે એમ બતાવવા કે સાબિત કરવાના ચક્કરમાં જો બોલવામાં/ લખવામાં વિવેક ચૂકી જવાય તો એમ કરનારનું ચારિત્ર્ય છતું થાય છે. શક્ય છે કે ઉતાવળે એમ થયું હોય તો પણ; ભૂલ સુધારી લેવાની હિંમત હોવી જોઈએ. નહીંતર એવી વિદ્વત્તા શા કામની? જ્ઞાન સાથે ડહાપણ, સ્વવિવેક અને સ્વશિસ્ત અત્યંત જરૂરી છે. સુરત     – સુનીલ શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top