હાલમાં લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોમાં ચોમાસા સત્રની શરૂઆત થતાં જ સરકાર અને વિપક્ષ બંને વચ્ચે કૃષિ બિલ, કોરોના મહામારી અને જાસૂસી કાંડ જેવા વિષયો ઉપર વાદવિવાદ ચાલી રહ્યો છે. પરંતુ જ્યારે બિહારના રાજ્યસભાના સાંસદ પ્રોફેસર મનોજ ઝા એ પોતાના વક્તવ્ય દરમિયાન ખૂબ જ ભાવુક થઈને કહ્યું હતું કે ભારત દેશમાં જ્યારે કોરોનાની બીજી લહેર માનવસમુદાયને પોતાના સકંજામાં લઇ રહ્યો હતો ત્યારે સરકાર કોરોનાપીડિત દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓકિસજન, ઇંજેકશન અને દવાઓની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી હતી.
કોઈ પણ કાર્યક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ માટે નિષ્ફળતા માટેની જવાબદારી સ્વીકારવી ખૂબ જ કપરું છે. પરંતુ નિષ્ફળતા માટેની જવાબદારી સ્વીકારી લોકો સમક્ષ પ્રકાશિત કરવા માટે 56 ઇંચની છાતીની જરૂર પડે. મનોજ ઝા એ દરેક સાંસદ મિત્રોને વિનંતી કરી કે આપણા સૌની નિષ્ફળતાથી કોરોના કાળમાં અકાળે મૃત્યુ પામેલાં લોકોની દરેક સાંસદ મિત્રોએ સામુહિક જવાબદારી સ્વીકારી દેશની પ્રજા સમક્ષ સામુહિક માફીનામું જાહેર કરવું જોઈએ. આ ઉપરાંત મનોજ ઝા એ કહ્યું કે ગંગામાં વહેતી લાશો એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નિષ્ફળતાનો જીવંત દસ્તાવેજ છે. આવાં અણગમતાં દ્રશ્યો ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા નિહાળીને દેશની જનતા ક્યારેય માફ નહિ કરે. સુરત – અઝહર મુલતાની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.