મલેકપુર: મલેકપુરમાં ગંદકીનું સામ્રાજ્ય મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં 2000 થી પણ વધારે વસ્તી ધરાવતું ગામ છે. ત્યારે મલેકપુર ગામમાં જ્યાં જોવો ત્યાં ગંદકી જોવા મળી રહી છે રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી અને ગંદકીના ખાબોચિયા નજરે પડે છે. ત્યારે કહેવાય છે કે લુણાવાડા તાલુકાના હવેલી વિસ્તારની મોટામા મોટી મલકેપુરગ્રુપ ગ્રામ પંચાયત આવેલી છે આ મોટી ગ્રામ પંચાયત મલેકપુર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
હાલ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે મલેકપુર ગ્રુપ ગામ પંચાયતમાં આવેલ ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઇ રહ્યું છે. જ્યાં જુઓ ત્યા રોડ પર ગંદા પાણીના ખાબોચિયા જોવા મળે છે. મલેકપુર ગામના લોકોને વહેલી સવારથી લઈને ડેરીમાં દુધ ભરવા જતાં લોકો તેમજ ખેતી કરવા જતા લોકો વાહન ચાલકો તેમજ ચાલતા જતા લોકો કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે. મલેકપુર ગામના ચોતરા પાસે નવી વસાહત તરફ જવાના રોડ પર તેમજ વિવિધ ફળિયામાં ગંદકી તેમજ પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે. ગંદકી અે ખાડાને કારણે મલેકપુરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે. તે પહેલાં જ ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ કરવામા આવે અને ગામના રસ્તા પર પડેલા ખાડા દુર કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.