National

બાયોડીઝલની આડમા વેચાતો ભેળસેળવાળો જથ્થો પોલીસે ઝડપ્યો

ગોધરા: પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે સમીર એન્ટરપ્રાઇઝ નામના બાયોડીઝલ પંપ ઉપર બાયોડીઝલની આડમા વેચાતો ભેળસેળ યુક્ત ૫૦૦૦ લીટરનો કેમીકલનો જથ્થો એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે.જીલ્લા ડૉ.લીના પાટીલ પોલીસ અધીક્ષક પંચમહાલગોધરા નાઓએ ગેરકાયદેસર બાયો ડીઝલના વેચાણ અટકાવવા સારુ વધુમા વધુ પ્રયત્નો કરવા આપેલી સુચના અને માર્ગદર્શનના આધારે  પીઆઈંએમ.પી.પંડયા એસ.ઓ.જી. શાખાનેબાતમી મળી હતી કેગોધરા હાલોલ હાઇવે રોડ ઉપર પોપટપુરા ગામે આવેલ સમીર એન્ટરપ્રાઇઝ બાયોડીઝલ પંપ ઉપર બાયોડીઝલની આડમા ભેળસેળ યુક્ત કેમીકલનુવેચાણ થાય છે.

સ્ટાફના માણસો  રાખીબાતમીવાળી જગ્યા ઉપર રેઇડ કરતા ત્યા હાજર ઇસમ (૧) ઇલ્યાસભાઇ અબ્દુલમજીદ ભાગલીયા રહે.મોહમ્મદી સોસાયટી સાતપુલ ગોધરા તથા (૨) રીઝવાન નસરાજ ભાગલીયા રહે.બીદાની પ્લોટ ગોધરા નાઓને સાથે રાખી ગોડાઉન ચેક કરતા એક ટાંકીમાં ૫૦૦૦ લીટર પ પ્રવાહી મળી આવતા ગોધરા નાયબ મામલતદારમારફતે એફ.એસ.એલ. સેમ્પલ લેવડાવી આ ઉપરોકત પકડેલ ર જવ્લનશીલપ્રવાહી ૫૦૦૦ લીટર કક.રા.૩,૫૫,૦૦૦/- નો તથા રોકડ રા.૨,૯૪,૭૯૦/ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top