Vadodara

ગ્રીનબેલ્ટમાં બીજેપી ઓફિસ ઊભી કરી દેવાઈ

વડોદરા: ભાજપા ભ્રષ્ટ શાસકોની કદમબોસી કરીને મેયર બનેલા કેયુર રોકડિયાના  વોર્ડનં. 8માં ગ્રીનબેલ્ટની જમીન પર મહિલા કોર્પોરેટરે ગેરકાયદેસર કાર્યાલય ઉભુ કરી દેતા ભાજપના નપાણિયા શાસકોના ભ્રષ્ટાચરનો વધુ કૌભાંડ ઉઘાડુ પડયું હતું.  વડોદરા મહાનગર સેવાસદનમાં બેસીને સેવાના નામે મેવા ખાતા નગર સેવકોના કૌભાંડો અને કાળા કારનામા િદન બ દિન ઉઘાડા પડતા જ જાય છે.

સંસ્કારી નગરીની લેશમાત્ર લાજ શરમ રાખ્યા વગર સત્તા અને નાણા ભૂખ્યા શાસકો સુધ્ધા આંખ આડા કાન કરીને આવા નગરસેવકોને આડકતરૂ પ્રોત્સાહન આપીને ભ્રષ્ટાચારની ગંગા વહાવે છે. વિરોધ પક્ષને તો તદ્દન હાંસિયામાં ધકેલીને મનઘડંત અને ભ્રષ્ટ શાસન કરતી ભાજપની અગ્રણી લોબીના ઈશારે જ આખા શહેરને બાનમાં લઈ લીધુ હોય તેમ ઠેર ઠેર િખસ્સા ભરો અિભયાન હાથ ધરવામાં આવ્યું છે.

સુભાનપુરા સ્થિત વર્ધમાન કોમ્પલેકસની બાજુમાં આવેલો મહેશ્વરી કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં ફાળવાયેલ ગ્રીનબેલ્ટની જગ્યામાં ભાજપનું કાર્યાલય ઉભુ કરી દેવાયું છે. પાિલકાના જ કાયદાને નેવે મૂકીને પાિલકાના કોર્પોરેટરો તથા તેમના મળતિયાઓએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનો સીધો  આક્ષેપ ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ કરતા ખળભળાટ મચી ગયો છે. પોતે સ્વચ્છ છાપ ધરાવતા હોવાનો દંભ કરતા મેયર કેયુર રોકડીયાના જ સાથી કોર્પોરેટર રીટાબેન આચાર્યના ઈશારે સમગ્ર કૌભાંડ રચાયું હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે તો જોરશોરથી ચાલી રહી છે. વનીકરણ માટે ફાળવાયેલા ગ્રીનબેલ્ટના 46 પ્લોટનો કબજો લીધા બાદ ભ્રષ્ટ વગદારોએ કયાંક પેવર બ્લોક નાંખ્યા છે તો કયાંક બાંધકામ કરીને સીધા ભાજપના કાર્યાલય જ ધમધમતા કરી નાખ્યા છે.

Most Popular

To Top