વડોદરા: વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં મહાનગરપાલિકા દ્વારા બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદથી કાચબા મૃત હાલતમાં મળી આવવાનો સીલસીલો શરૂ થયૌ છે. બાદ હવે એક સાથે ૫૦૦ થી વધુ માછલીઓના મોત નિપજતા વિસ્તારમાં ભારે દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. સુરસાગરની પાસેથી નીકળતા વાહનચાલકો દુર્ગંધથી પરેશાન થતા હતા. મહાનગરપાલિકા દ્વારા સુરસાગર તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છે તળાવની અંદર કાચબા અને માછલીઓ મૃત હાલતમાં મળી આવવાનો સિલસિલો શરૂ થયો હતો. શહેરમાં જળચર જીવોની સલામતી જોખમાતી હોય તેવું લાગી રહ્યું છે.
કારણકે છેલ્લા કેટલાક દિવસોથી સુરસાગર તળાવમાંથી કાચબા મૃત હાલતમાં મળી આવવાનો સિલસિલો શરૂ થયો હતો. ત્યારબાદ શહેરની મધ્યમાં આવેલું સુરસાગર તળાવમાંથી અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી. હજુ તો આ ઘટના શમી નથી ત્યાં ફરી એકવાર સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. કાચબા અને માછલીઓના મોત મામલે યોગ્ય તપાસ થવી જરૂરી છે.
બ્યુટીફીકેશનના નામે િસમેન્ટની કુંડી બનાવી દેવાઈ છે
પર્યાવરણ પ્રેમી હિતાર્થ પંડ્યાએ જણાવ્યું હતું છે સુરસાગર નું જ્યારે પાલિકા દ્વારા બ્યુટીફીકેશન કરવામાં આવનાર હતો ત્યારે ઝુઓલોજીસ્ટ અને પર્યાવરણ પ્રેમીઓએ પાલિકાને તળાવમાં જીવ સૃષ્ટિ બચી શકે કેવી રીતે કામગીરી કરવાનું જણાવ્યું હતું.પરંતુ પાલિકા બ્યુટીફીકેશન તળાવનું કરે એનો અમને વાંધો નથી પરંતુ પાલિકા દ્વારા સુરસાગર ની સાઈઝ નાની કરી દેવામાં આવી અને તેમાં સિમેન્ટ અને કોંક્રેટ થી ભરી દેવામાં આવ્યું હતું. જેનાથી સિમેન્ટની કુંડી માં જીવસૃષ્ટિ જીવી શકે નહીં. ઓક્સિજન નું પ્રમાણ ઘટતા આ પ્રમાણે ની ઘટનાઓ ઘટે છે. એક જ ઉપાય છે ત્યાં વૃક્ષ અને છોડ વાવવા જોઇએ અને માટી છે તેનું પ્રમાણ રહેવા દેવું જોઈએ.