માંડવી નગરમાં ઉમિયા જ્વેલર્સની દુકાન ખત્રીવાડ ફળિયા ખાતે ધર્મવીર અમૃતલાલ અખિયાણીયાની આવેલી છે. જેમાં સોનાના દાગીના ખરીદવા માટે બે ઈસમ આવ્યા હતા. અને દુકાન માલિક પાસે સોનાની બુટ્ટીઓ જોવા લગ્યા હતા. જે પસંદ ન પડતાં માલિકે ખાનામાં રાખેલ ડબ્બામાંથી અલગ-અલગ સોનાનાં ઘરેણાં તેમજ બુટ્ટીઓ બતાવતા હતા. તેને ઇસમે આનાકાની કરી ડબ્બામાં હાથ નાંખી માલિકની નજર ચૂકવીને ખાનામાં રહેલ સવા ત્રણ તોલાની સોનાની ચેન તથા અન્ય સોનાની વસ્તુઓ ઊંચકી લીધી હતી.
ત્યારબાદ દુકાન માલિકે વસ્તુઓ જોતાં સોનાની ચેન જેની અંદાજિત કિંમત રૂ.1,43,000 તેમજ કોથળીમાં રાખેલ કાનમાં પહેરવાની લટર 10 જોડની કિંમત રૂ. 44,000 મળી કુલ રૂ.1,87,000નાં ઘરેણાં ગાયબ થતાં જ્વેલર્સના માલિકે માંડવી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. જે બાબતે ઇનચાર્જ પી.એસ.આઈ કે.ડી.ભરવાડે આગળની તપાસ હાથ ધરી છે.