આલિયા ભટ્ટના વ્યક્તિત્વમાં ફિલ્મવાળાઓમાં રેર કહેવાય તેવું થોડું ભોળપણ છે. તે નિર્દોષ પ્રકારના વ્યવહારો કરે છે. હા, તેની અભિનેત્રી તરીકેની પ્રતિભા સ્વયં તેને સ્પર્ધામાં આગળ રાખે છે. તે ભોળી છે અને સાથે જ પોતાના કામનું મેનેજમેન્ટ બખૂબી કરે છે. તે ફિલ્મો સ્વીકારવામાં ફેમિનીસ્ટ એપ્રોચ નથી રાખતી પણ એટલું જરૂર બને છે કે તે જે ફિલ્મ સ્વીકારે તેના કેન્દ્રમાં તેનું પાત્ર હોય છે. આવા પાત્રો તે સ્ટાર તરીકેના વર્ચસ્વના જોરે મેળવતી નથી બલ્કે તેનું જે સ્ટેટસ ઊભું થયું છે તે કારણ મળે તે સારી એકટ્રેસ છે અને તેમાં તેના ચહેરાની નિર્દોષતા મદદ કરે છે.
એવા ચહેરા પર ઇમોશન્સ આવે ત્યારે વધુ સાચા બની જાય છે અન્ય એક ખાસ વાત કે તે તેની મહત્વાકાંક્ષા બાબતે ઝનૂની યોજનાઓ નથી બનાવતી. હમણાં તેણે સંજય લીલા ભણસાલીની ગંગુભાઈ કાઠિયાવાડી પૂરી કરી અને ત્યાર પછી જ તે હવે નવી ફિલ્મ સ્વીકારવા તૈયાર થઇ. હમણાં ઇન્ટરનેશનલ ટેલેન્ટ એજન્સી વિલીયમ મોરિસ એન્ડેવર સાથે કરાર બદ્ધ થઇ છે. આલિયાના પિતા પાસે પ્રોડકશન હાઉસ છે પણ તેણે પોતાનું પ્રોડકશન હાઉસ ઇટર્નલ સનશાઈન પ્રોડકશન્સ શરૂ કર્યું છે અને સાથે જ આ હોલીવુડ પ્રોજેકટ સાથે કરાર બદ્ધ થઇ છે. આ હોલીવુડ એજન્સી સ્પોર્ટસ, મિડીયા, ઇવેન્ટસ ને ફેશન ઇવેન્ટ મેનેજ કરે છે. ‘ગંગુબાઈ કાંઠિયાવાડી’ ખૂબ સમય માંગે એવી ફિલ્મ હતી એટલે આલિયા તેમાં ટોટલી રોકાયેલી રહી. ભણશાલી પોતાના આર્ટિસ્ટસ પાસે ટોટલ ઇન્વોલ્વમેન્ટની અપેક્ષા રાખતા હોય છે. આલિયા જાણતી હોય છે કે જે માત્રામાં કામ કરવાનું હોય તે સમજી લેવું. ભણસાલીએ તેને માપી લીધી એટલે જ બૈજુબાવરામાં પણ હવે
આલિયા છે.
આલિયા અત્યારે આ ત્રણ બાબતો બનવાથી જ ખુશ છે એવું નથી ચોથું કારણ પણ છે અને તે રણબીર કપૂર પરણી રહી છે. એવું નથી બલ્કે રણબીર સાથેની બ્રહ્માસ્ત્ર 30મી જુલાઈએ રજૂ થવા જઇ રહી છે. અયાન મુખર્જીના દિગ્દર્શનમાં બનેલી આ ખૂબ જ મહત્વાકાંક્ષી ફિલ્મ છે જેમાં અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા પણ છે. કરણ જોહરને આલિયા પર ખૂબ ભરોસો રહ્યો છે. આલિયાને પ્રથમવાર સ્ટૂડન્ટ ઓફ ધ યરમાં ચમકાવનાર પણ કારણ જ હતો ને ત્યારે પછી ‘2 સ્ટેટસ’, ‘શાનદાર’, ‘કપૂર એન્ડ સન્સ’, ‘ડિયર ઝિંદગી’, ‘બદ્રીનાથ કી દુલ્હનીયાં’, ‘રાઝી’, ‘કલંક’માં પણ આલિયા હતી. આલિયા તેના પિતા મહેશ ભટ્ટની તો એક જ ફિલ્મમાં ચમકી છે. ‘બ્રહ્માસ્ત્ર’નો નિર્માતા પણ કરણ જ છે અને હવે ‘રૉકી ઓર રાની કી પ્રેમ કહાની’ જેનું દિગ્દર્શન સ્વયં કરણ કરવાનો છે.
આલિયા અંગત જીવનને યોગ્ય રીતે સંભાળવા સાથે કારકિર્દી સંભાળે છે. હમણાં નીતુ કપૂરનો જન્મ દિવસ હતો તો તેમાં ઉલટભેર શામિલ હતી. નીતુ અને રણબીર કપૂરના જીવનની લાગણીભરી ઘટનાઓમાં તે પૂરી સંવેદના સાથે હાજર રહે ચે. સંબંધોમાં લાગણીપક્ષને તે બરાબર સમજે છે. આ બધા વચ્ચે તે તેની ફિલ્મોમાં સ્વતંત્ર મિજાજ સાથે આગળ વધે છે. ‘બાહુબલી’ના દિગ્દર્શક એસ.એસ. રાજામૌલી ‘આરઆરઆર’બનાવી રહ્યા છે તો જૂનિયર એન.ટી. રામ રાવ, રામ ચરણ ને અજય દેવગણ સાથે આલિયા છે.
આલિયા હિન્દી સિવાયની ફિલ્મ ્સવીકારતી નથી. પણ રાજામૌલી છે તો આ તમિલ તેલુગુ ફિલ્મનાં પ્રથમવાર કામ કરી રહી છે. આ ઉપરાંત કરણ જાહેરના જ દિગ્દર્શનમાં બની રહેલી તખ્ત તો છે જ જેમાં વિકી કૌશલ ને રણવીર સીંઘ છે એક ઔરંગઝેબને બીજો દારા બન્યો છે ને આલિયા દિલરાજ બાનુ બેગમ બની છે. હજુ એક ફિલ્મ તે ‘દ્વિનીટી 2.5:પાસપોર્ટ’ની સિકવલ. તમે આ દરેક ફિલ્મના વિષય, મેકિંગ સ્ટાઈલ જોશો તો તેમાં ખૂબ વૈવિધ્ય છે. તેના દિગ્દર્શકો પણ એકદમ સક્ષમ અને વિઝનરી છે. તમે કહી શકો કે આલિયા કલાસિક તરફ ઢળી ગઈ છે તેના તરફ સારી ફિલ્મો વળી રહી ચે અને તે પોતે નંબર વન છે એવા કોઇ દાવા વિના કામ કરી રહી છે. તે વિનમ્ર પણ પ્રોફેશનલ સ્ટાર છે. આલિયા પાસેથી બીજી અભિનેત્રીઓ પણ ચાહે તો શીખી શકે.