Business

માયનસ 33 ડિગ્રીમાં પોલેન્ડમાં શૂટ કરાઈ‘નો મિન્સ નો’

પહેલી ઈન્ડો – પોલિશ ફિલ્મ “નો મિન્સ નો” નવેમ્બર મહિનામાં રજૂ થશે. વિખ્યાત સિક્યોરીટી એજન્સીના માલિક વિકાસ વર્મા જેમની સિક્યોરિટી કંપનીએ બૉલીવુડના ઘણા વિખ્યાત સ્ટાર્સને સિક્યોરિટી પ્રોવાઈડ કરી છે તેમણે તેમના દીકરા ધ્રુવ વર્માને તેમણે ઈન્ડો – પોલિશ ફિલ્મ “નો મિન્સ નો” માં કાસ્ટ કર્યો છે.

આ ફિલ્મથી સિક્યોરીટી કંપનીના માલિક વિકાસ વર્માએ ફિલ્મમેકિંગમાં ઝંપલાવ્યું છે. તેમણે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે, ફિલ્મ ઇંગલિશ,પોલિશ અને હિન્દી ભાષામાં બની છે. આ ફિલ્મનું શૂટિંગ એક વર્ષ સુધી પોલેન્ડમાં થયું છે, ફિલ્મમાં લીડ એક્ટર ધ્રુવ વર્મા , ગુલશન ગ્રોવર અને શરદ કપૂર સિવાય બાકીના તમામ પોલિશ કલાકારો છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ પણ પોલિશ છે.

ફિલ્મ “પિંક”નો અમિતાભ બચ્ચનનો સંવાદ “નો મિન્સ નો “  ઘણો પોપ્યુલર થયો હતો. આ ફિલ્મનું ટાઈટલ જ “નો મિન્સ નો “ છે, આ ફિલ્મમાં મહિલાઓની સ્ટ્રેન્થ અને તેમના પાવરની વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં લીડ એક્ટર ધ્રુવ વર્માની સામે પોલિશ એક્ટ્રેસને કાસ્ટ કરવામાં આવી છે, ફિલ્મમાં કામ કરવા અંગે ધ્રુવ વર્માનું કહેવું  છે કે તેણે માઈનસ 33 ડિગ્રીમાં શૂટિંગ કર્યું છે, જાણે આખું યુનિટ જ સ્નો મેન બની ગયું હતું. એક વર્ષ દરમ્યાન મેં પોલેન્ડમાં ઘોડેસવારી, એક્શનની ટ્રેનિંગ લીધી હતી. 14 મહિના સુધી મેં ક્લાસિકલ ડાન્સ અને વેસ્ટર્ન ડાન્સની તાલીમ લીધી હતી. મને એક્ટર સંજય દત્ત અને પ્રિટી ઝિન્ટાએ ઘણી ગાઈડન્સ આપી હતી જેમકે  ડ્રેસિંગ સ્ટાઈલ, એક્ટિંગ મેથડ વગેરે અંગે સલાહ સુચન આપ્યા હતા. સંજુ બાબા અને પ્રિટી ઝિન્ટાએ મને ઘણી મદદ કરી હતી.

હું ઇન્ડિયામાં અને પોલેન્ડ બંને જગ્યાએ ઉછેર્યો છું. ઇન્ડીયા મારો દેશ છે એટલે મારા દેશ પ્રત્યે તો લગાવ હોય એ સ્વાભાવિક છે. પોલેન્ડનું કલચર પણ ઇન્ડિયા જેવું છે , પોલિશ લોકો પણ ફિલ્મ જોવાના રસિયા છે, તેઓ સંગીત , પાર્ટીના શોખીન છે. પોલિશ લોકોનું ફૂડ કલચર પણ અમેઝિંગ છે.

પોલેન્ડ વોરને કારણે ઈતિહાસમાં યાદ રાખવામાં આવ્યું છે પણ પોલેન્ડની નૈસર્ગીક સુંદરતા ઘણી સુંદર છે. બરફના પહાડ , ઝરણાં બધું જ ટુરિસ્ટને માટે જોવાલાયક છે અને હિન્દી ફિલ્મોના શૂટિંગ પોલેન્ડમાં થયા નથી.

પોલિશ ફિલ્મો પોલિટિકલ કે ગંભીર વિષય ઉપર વધુ બને છે, પોલિશ ફિલ્મો પોલિટિકલ વધુ હોય છે. ત્યાં કોમેડી ફિલ્મ પણ બને છે પણ સીરિયસ સિનેમા ઘણું જોવાય છે, હવે લાઈટ કોમેડી ફિલ્મો બની રહી છે. અમારી ફિલ્મ આગામી નવેમ્બર મહિનામાં ઇન્ડિયા સહિત વર્લ્ડ વાઈડ અમે રજૂ કરીશું. ફિલ્મને ઇંગલિશ, પોલિશ અને હિન્દીમાં શૂટ કરવામાં આવી છે અને અમુક સંવાદ પોલિશ ભાષામાં ડબ કરવામાં આવ્યા છે. આજકાલ ભારતીય ફિલ્મોના શૂટિંગ પૂર્વ યુરોપ સહિત પોલેન્ડમાં થઈ તો રહ્યા છે પણ ભારતીય ફિલ્મ હિન્દી સહિત પૂર્વ યુરોપની ભાષામાં પણ બની રહી છે.

Most Popular

To Top