Vadodara

આજથી 50%ની ક્ષમતા સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ

વડોદરા: રાજયના િશક્ષણ વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ ઓછું થતાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે મુજબ આજથી શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે. હાલ ફકત ધોરણ 12 ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત કોલેજોમાં પણ બીજા ત્રીજા અનુસ્નાતકના બંને વર્ષના વર્ગોનું શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવી છે. શાળા કોલેજો દ્વારા રાજય સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન નું પાલન કરવા માટે સંચાલકોનું જણાવાયું છે.

કોરોનાનું સંક્રમણ ઓછુ થતાં િશક્ષણ વિભાગ દ્વારા આજે એટલે કે બુધવારથી વડોદરા શહેરની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ બારના શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવી. વડોદરા શહેરના માધ્યમિક િશક્ષણ આપતી 130 જેટલી શાળાઓ છે અને તેમા 18,000 જેટલા બાળકો ધોરણ બારમાં પ્રવેશી ચૂકયા છે. ત્યાં શાળા સંચાલકો દ્વારા પ્રત્યક્ષ િશક્ષણ વ્યવસ્થા કરવામાં આવી છે.   વર્ગખંડોને સેનેટાઈઝ કરવામાં આવેલા છે. ઉપરાંત દરેક વિદ્યાર્થી પાસેથી વાલીઓની  સંમતિ સાથે આવવા જણાવાયું છે.

માસ્ક પહેરીને આવવાની સૂચના આપવામાં આવી છે. શાળાઓ દ્વારા થર્મલ ગનથી ટેમ્પરેચર માપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પ્રથમ િદવસે વધુ વિદ્યાર્થીઓ નહીં આવે પરંતુ એકાદ સપ્તાહ બાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધશે તેમ જયઅંબે શાળાના આચાર્ય પરેશ શાહએ જણાવ્યું હતું કે, વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,  દોઢ વર્ષથી બાળકોને વર્ગખંડમાં િશક્ષણ આપવામાં આવ્યું નથી તેથી હવે પ્રત્યક્ષ િશક્ષણની જરૂરીયાત ઉભી થઈ છે. બાળકો વર્ગખંડમાં િશક્ષણ મળ તે માટે પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તો ધીરે ધીરે શાળાના વિદ્યાર્થીની સંખ્યા િશક્ષણવિભાગની સૂચના મુજબ વધારવામાં આવશે. જયારે વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાં પણ આજથી શૈક્ષણિક કાર્ય શરૂઆત કરાઈ છે.

યુનિવર્સિટીમાં બીજા વર્ષથી પોસ્ટ ગ્રેજયુએશન સુધીમાં તમામ ફેકલ્ટીઓમાં અેક અંદાજ મુજબ 28,000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છેત્યારે રાજય સરકારની ગાઈડલાઈન મુજબ 50 ટકા ક્ષમતા સાથે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવશે. ઉપરાંત યુનિવર્સિટીના હેલ્થ સેન્ટર ખાતે રસીકરણની સેવા પણ ઉપલબ્ધ હોય વિદ્યાર્થીઓએ રસી લેવી હોય તો તે તેમને થતા રસી આપવામાં આવશે.

Most Popular

To Top