Vadodara

શનિ સૂર્યની સમ સપ્તક દષ્ટિથી રાજકીય નેતા પ્રત્યે જનમાનસમાં ઉગ્રતા જોવા મળે

વડોદરા: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય નવગ્રહોમાં રાજા જે સૂર્ય એ આત્મા, તેજ, ઊર્જા, શક્તિ,આરોગ્ય, આત્મવિશ્વાસનાે કારક અને જીવનની અનેક મહત્વ પૂર્ણ વસ્તુઓના કારક છે માટે સૂર્યને આત્મા પણ કહેવાય છે સૂર્ય વગર મનુષ્યનું જીવન પણ અંધકારમય છે માટે જ સૂર્યનારાયણનું મહત્વ વિશેષ છે.

જ્યોતિષાચાર્ય સત્યમ જોષીએ જણાવ્યું હતું કે વર્તમાનમાં સૂર્ય ૧૬ જુલાઈને શુક્રવારે કર્ક રાશિમાં પ્રવેશ કરશે કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે ચંદ્રનો સ્વભાવ ચંચળ છે અને તે જલ તત્વ વાળી રાશિ છે સૂર્ય એ અગ્નિ તત્વ છે અને ચંદ્ર એ જલ તત્વ છે અને જ્યારે સૂર્ય જલતત્વની રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઠંડો થાય છે તેનો પ્રભાવ પણ સોમ્ય થઈ જાય છે પરંતુ જ્યારે કોઈ વિશેષ પાપ ગ્રહ તેના પર દ્રષ્ટિ કરે કે બેઠા હોય તે તેનો વિશેષ પ્રભાવ પણ આપે છે સૂર્ય મહારાજ કર્ક રાશિમાં આવશે ત્યારે શનિ મહારાજ મકર રાશિમાં બેઠા છે અને સૂર્ય શનિની સમ સપ્તક દ્રષ્ટિ હોય છે તે જ્યોતિષ શાસ્ત્ર મુજબ સારા પ્રભાવ નથી આપતા.

સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ સાથે શનિ સૂર્ય દ્રષ્ટિ દોષનો પ્રભાવ દેશ અને દુનિયા સાથે જનમાનસ પર જોવા મળે વિશેષ કરી જન માનસની વાત કરીએ તો લોકોમાં ઉગ્રતા જોવા મળે સરકાર પ્રત્યે રાજકીય નેતા અને પક્ષો પ્રત્યે જનમાનસની ઉગ્રતા જોવા મળી શકે. પાડોશી દેશો પર વિશેષ કરી કુદરતી જેવી કે ભૂકંપ પુર અતિવૃષ્ટિ વાવાઝોડા સાથે અનેક ચેપી રોગોમાં પણ વધારો  અને માનવસર્જિત આતંકી આફતો જોવા મળી શકે. દુનિયાની વાત કરીએ તો ઉગ્રતાભર્યો માહોલ જોવા મળી શકે ક્યાંક યુદ્ધ જેવી સ્થિતિ પણ જોવા મળે તો ક્યાંક આનંદ જોવા મળે તો ક્યાંક કુદરતી આફતો જોવા મળી શકે.

દેશ ની વાત કરીએ તો કુદરતી આફતો ના સંકેત વધુ દેખાય જેવા કે ભૂકંપ અતિવૃષ્ટિ જળપ્રકોપ (પુર) વાવાઝોડા જેવી કુદરતી આફતો દેશના અમુક ભાગોમાં જોવા મળી શકે વર્તમાન મહામારી મહદઅંશે રાહતના સમાચાર મળે ખાદ્ય ચીજવસ્તુઓ ના ભાવ વધે સાથે પાડોશી દેશો વચ્ચે પણ સામાન્ય ઉગ્રતા જોવા મળી શકેશેર બજાર સારા પરિણામો જોવા મળી શકે છે. અશુભ પ્રભાવ થી રાહત પ્રાપ્ત કરવા આદિત્ય હૃદયના પાઠ કરવા લાભ કારી રહેશે.

Most Popular

To Top