Vadodara

વનીકરણ મુદ્દે સાંસદના કલબ પર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

વડોદરા : પાલિકાના ગ્રીનબેલ્ટ સંસ્થાઓને ખેરાત કરવાનું સુનિયોજિત આયોજન ખુલ્લું પડી ગયું. ભૂતકાળમાં અપાયા 46 પ્લોટમાં સાંસદ હતા પણ લાભા લીધી. વનીકરણ ને બદલે લેડીસ કલબ ના નામે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યો છે. આજે કોંગ્રેસ દ્વારા સાંસદની આ પહેલા પ્લોટ પર જઈને વિરોધ કરવામાં આવ્યો. જ્યાં વનીકરણ નહીં પણ પેવર બ્લોક નાખી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું.

વડોદરા સ્માર્ટ સિટીની વાત કરી રહ્યું છે.પણ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટનું નહીં પણ સ્માર્ટ અધિકારીઓ દ્વારા સ્માર્ટ પેપર વર્ક થી સ્માર્ટ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.વડોદરા શહેરના અધિકારીઓ અને નેતાઓ વડોદરાની વેચવા માટે બેઠા છે. આખું શહેર વેચાઇ જશે નમાલા નેતાઓના કારણે. ભાગ બટાઈ કરીને અધિકારીઓ હાલ ના અને પૂર્વ કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદો એ લૂંટી લીધું છે.

ભૂતકાળમાં 46 પ્લોટમાં શરત ભંગ થયો છે. તેના નામો માત્ર ને માત્ર ગુજરાત મિત્રોએ ઉજાગર કર્યા હતા. આજે શહેર કોંગ્રેસ દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટની લેડીશ કલબના નામે જે  પ્લોટ મેળવવામાં આવ્યું હતું ત્યાં વનીકરણના સ્થાને પેવર બ્લોક નંખાયા તે જગ્યા બહાર જઈને વિરોધ કર્યો હતો. ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તે કોર્પોરેશન પ્લોટ માં તાળું ન હોવી જોઈએ પરંતુ ત્યાં તાળા મારી દેવામાં આવ્યા હતા. પ્લોટ નો ઉપયોગ ખાનગી થઈ રહ્યો છે તેવું પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો. આ સમગ્ર ઘટના અંગે સાંસદ રંજનબેન ભટ્ટનો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમનો ફોન બંધ આવ્યો હતો.

પ્લોટ્સ લૂંટાયા પછી તંત્ર જાગ્યું
પાલિકાતંત્ર ખુબ મોડું જાગ્યું છે 46 પ્લોટ લૂંટાઈ ગયા . જે તે સમયના મેયર, કમિશનર, ડેપ્યુટી કમિશનર, ગાર્ડન વિભાગ, જમીન મિલકત અધિકારીની જવાબદારી છે. સાંસદ નહીં પણ બિલ્ડર હોય સ્કૂલ સંચાલક હોય તો કોઈ પણ સંસ્થા હોય જે વૃક્ષારોપણ નથી કર્યું તેવાના પ્લોટ પાછળ લઇ લેવા જોઈએ. લેડીસ કલબ અને સાંસદને શું લેવાદેવા.કોર્પોરેશન ગાર્ડન વિભાગ અરજી કરનાર અને કરાર કરનાર સાંસદ સામે પગલા લો – સત્યજીત ગાયકવાડ, પૂર્વ સાંસદ
ગુજરાતમિત્રે કરેલી પહેલને લડત આપીશું
27 પ્લોટમાં કૌભાંડ બહાર આવ્યું છે આ જગ્યા પબ્લિકની છે તેનો પર્યાવરણ માટે ઉપયોગ થવું નહિ કે ખાનગી માટે કોંગ્રેસ તમામ વિસ્તારમાં પ્રજાલક્ષી પ્રશ્ને લડત આપશે. દેશનો ચોથો આધાર સ્તંભ ગુજરાત મિત્રે જે 46 નામો જાહેર કર્યા છે, તેમાં જો ગેરરીતિ થઈ છે તો પ્રજાની સમક્ષ ઉજાગર કરીને તેની સામે કોંગ્રેસ લડત આપતું રહેશે.

  • પ્રશાંત પટેલ, પ્રમુખ, શહેર કોંગ્રેસ
    ચકાસણી કરી પ્લોટ પાછા લેવાશે
    46 પ્લોટ ફાળવ્યા છે તેની ચકાસણી કરવામાં આવશે.સાંસદ રંજનબેન ભટ્ટ જે પ્લોટ આપવામાં આવ્યો હતો તેમાં જે વનીકરણ કરવામાં આવ્યો નથી. તેનો પેવર બ્લોક દબાણ શાખા દ્વારા કાઢી નાખવામાં આવશે. અને પ્લોટ પાછો લેવામાં આવશે.અને ગ્રીનબેલ્ટ જગ્યા ખુલ્લી કરી દેવામાં આવશે. અને ત્યાં વૃક્ષારોપણ કરવાની કામગીરી કરવામાં આવશે.75 પ્લોટ જે આપવાના છે તે મજૂરી રદ કરવી જોઈએ.
  • ડો હિતેન્દ્ર પટેલ, અધ્યક્ષ, સ્થાયી સમિતિ

Most Popular

To Top