રાજ્યની યુનિવર્સિટી સંલગ્ન બિન સરકારી અનુદાનિત વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદા અને શિક્ષણ વિદ્યાશાખાની કોલેજોમાં ખાલી જગ્યાઓ માટે સહાયક અધ્યાપકની ભારતીય પ્રક્રિયા માટેના પરિપત્રમાં ફેરફાર કરીને નવા પરિપત્ર આધારે ભરતી પ્રક્રિયા કરવા નક્કી કરાયું છે, ત્યારે આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શિતા મેરીટને પ્રાધાન્ય આપીને શિક્ષણના વિશાળ હિતમાં કરવામાં આવે, તે માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે અધ્યાપક સહાયકની ભરતી પ્રક્રિયાઓ માટે અગાઉના પરિપત્રમાં ફેરફાર કોના ફાયદા માટે કરવામાં આવ્યો છે, તે પણ એક તપાસનો વિષય છે. એક જગ્યા માટે ૬ ઉમેદવારોના મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે, અને તેમાંથી સંચાલક કોઈ એકની પસંદ કરશે.
અગાઉની ભરતી પ્રક્રિયા મેરીટમાં જે પ્રથમ હોય તેને સંચાલક સાથે સરકારને નિમણૂક પત્ર આપવાનો હતો. જે બદલીને સંચાલક એક જગ્યા માટે છમાંથી એકની પસંદગી કરશે. જે પસંદગી પ્રક્રિયામાં મેરિટમાં બાંધછોડ, વ્હાલા દવલા, લાગવકિયા અને નાણાકીય વ્યવહારોની પુરેપુરી શક્યતા રહેલી છે, જે ચિંતાનો વિષય છે. આ તમામ બાબતો ગંભીર ત્યાંથી ધ્યાને લઇ અધ્યાપક સહાયકની ભરતી પ્રક્રિયામાં મેરીટને સંપૂર્ણ પ્રાધાન્યતા આપવામાં આવે, તે શિક્ષણના વિશાળ હિતમાં જરૂરી છે.