Dakshin Gujarat

વેપારીઓ વેક્સિનનો પહેલો ડોઝ નહીં લે તો ધંધા બંધ થશે

નવસારી: (Navsari) નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate) પી.કે.હડુલાએ નવસારી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી આગામી 20મી જુલાઈના સવારના 6 કલાક સુધી કેટલાંક નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યા છે. જે અનુસાર તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટીપાર્લર, રેસ્ટોરન્ટ્સ, અઠવાડિક ગુજરી,બજાર,હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓએ આગામી 31મી જુલાઈ સુધીમાં વેક્સિનનો (Vaccine) પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા એકમો ચાલુ રાખી શકાશે નહીં.

જે વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા કિસ્સાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 14 દિવસથી ડિસ્ચાર્જ સમરીની તારીખથી 90 દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. જીમ 60 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ચાલી રાખી શકાશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ આગામી 31મી જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા જીમ ચાલુ રાખી શકાશે નહીં. જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 9 વાગ્યા સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ખુલ્લા રાખી શકાશે. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જાગવાઇ યથાવત છે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ 40 વ્યકિતઓની મંજૂરી રહેશે.

તમામ પ્રકારના રાજકીય, સમાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 200 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુઍશન કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો,ટયુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. સાથે ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે યોજી શકાશે. આ હુકમનો ભંગર કરનાર વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહીને કરાશે. આ જાહેરનામું આગામી 20મી જુલાઈ સુધી અમલમાં રહેશે.

વોટર પાર્ક, સ્પા, સ્વીમીંગ પુલ બંધ રહેશે
પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ/સ્પોર્ટસ સ્ટેડીયમ, સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. સિનેમાં થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60 ટકા કેપેસીટીમાં ચાલુ રહેશે. શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય) વોટર પાર્ક, સ્પા, સ્વીમીંગ પુલ બંધ રહેશે.

Most Popular

To Top