સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી કોરોના સંક્રમિત છે યા નથી? – Gujaratmitra Daily Newspaper

Charchapatra

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી કોરોના સંક્રમિત છે યા નથી?

આઇ.આઇ.ટી. સહિત દેશની આઠ સંસ્થાઓએ સાબરમતી નદી, કાંકરીયા તળાવ અને ચંડોળમાંથી 16 જેટલા પાણીનાં નમૂનાઓ લીધા તેમાંથી 5 જેટલા નમૂના પોઝીટિવ એટલે કે કોરોના સંક્રમિત જણાયા! આ એક અતિ ગંભીર અને ચિંતાજનક બાબત ગણાય કેમકે સાબરમતીનું પાણી અમદાવાદ તેમજ આસપાસનાં કરોડો લોકો પીવામાં પણ વાપરે છે! ત્યારે આવી બાબતના મૂળ સુધી સત્વરે જઇ સંશોધન કરવું જરૂરી છે. આવી ગંભીર બાબત અંગે સરકારશ્રી તરફથી કે નમૂના લેનાર સંસ્થાઓ તરફથી કોઇ પ્રતિક્રિયા જણાઈ નથી! કેમ?! આ જ કંપનીઓ તરફથી સુરતની સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીના નમૂનાઓ લઇ ચકાસણી કરવામાં આવશે, શું થયું સુરતથી નમૂનાઓ લેવાયા?! ચકાસણી થઇ? તે સત્ય આજે પંદર દિવસ થવા છતાં કોઇ પરિણામ જણાયું નથી. આમ જનતાએ શું સમજવું? સત્ય પ્રજાહૂતમાં સત્વરે બહાર આવવું જરૂરી છે.

અમરોલી          – બળવંત ટેલર- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top