World

યુરો 2020 ફાઇનલ: ઇટાલીની જીતની ઉજવણી બની લોહિયાળ: એકનું મોત, ઘણા ઘાયલ

રવિવારે રાત્રે યુરો 2020 ની ફાઇનલ (Euro 2020 final) રમાય હતી. આ મેચમાં ઇટાલી (Italy)એ પેનલ્ટી શૂટઆઉટ (Penalty shootout) પર ઇંગ્લેન્ડને 3-2થી પરાજિત કર્યું હતું. ખિતાબ જીત્યા બાદ ઇટાલીએ જોરદાર ઉજવણી (Celebration) કરી. તે જ સમયે, આ ઉજવણીમાં એક 22 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે કેટલાક અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. 

પોલીસે આ અંગે માહિતી આપી હતી. જેમાં પોલીસના જણાવ્યા અનુસાર આર્થિક રાજધાની મિલાનમાં મેચ પછીની પાર્ટીમાં અંદાજે 15 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમાંથી એક ફટાકડા ફોડવાના કારણે તેના હાથમાં ત્રણ આંગળીઓ સાથે હાથનો કાબુ ગુમાવ્યો હતો. તો એક વ્યક્તિએ પોતાનું જીવન ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસનું કહેવું છે કે મૃત્યુ પામનાર વ્યક્તિને દક્ષિણના શહેર ફોગિયા નજીક ગોળી વાગી હતી. નિયમિત અને વધારાના સમયમાં 1-1થી બરાબરી બાદ ઇટાલીએ પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી જીત મળી હતી. તમને જણાવી દઈએ કે ઇટાલીએ 1968 પછી બીજી વખત યુરોપિયન ચેમ્પિયનશીપ જીતી છે. 

સ્વદેશ પરત ફરી ઇટાલિયન ટીમ
ઇંગ્લેન્ડ ઉપર પેનલ્ટી શૂટઆઉટમાં શાનદાર જીત બાદ કોરોના પ્રોટોકોલને અનુસરીને આખી રાતની ઉજવણી કરી હતી. યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયન ઇટાલીના ચાહકો હોર્ન વગાડતા અને ફટાકડા ફોડતા જીતના ચઢેલા ખુમાર સાથે ઉમટી પડતાં આ તમામ અવાજો વચ્ચે ઇટાલિયન ટીમ ઘરે પરત ફરી હતી. કોચ રોબર્ટો માન્સિનીએ રોમના લિયોનાર્ડો ડા વિન્સી એરપોર્ટથી બહાર નીકળતાં વિજયના સંકેત માટે કેપ્ટન જ્યોર્જિયો ચીલીનીએ હવામાં હાથ ઊંચક્યો અને તેની ટ્રોફી તેના માથા ઉપર રાખી હતી. એરપોર્ટ કર્મચારીઓમાં પણ ઉત્સાહનો અભાવ નહોતો. 2006 ના વર્લ્ડ કપ પછી ઇટાલીએ મોટું ટાઇટલ જીત્યું છે.

રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન દ્વારા સ્વાગત
રાષ્ટ્રપતિ સેર્ગીયો માટેરેલાને આવકારશે અને વડા પ્રધાન મારિયો ડ્રેગી બાદમાં સત્તાવાર રીતે ટીમને આવકારશે. આ પ્રસંગે ટેનિસ ખેલાડી માટ્ટેઓ બેરેટ્ટીની પણ હાજર રહેશે, જેમણે ઇટાલિયન રમતગમતના ચાહકોને વિમ્બલડનની ફાઇનલમાં પહોંચીને ગર્વ થવાની બીજી તક આપી છે.

ઇંગ્લેન્ડ 55 વર્ષનો દુષ્કાળ સમાપ્ત કરી શક્યુ નહીં
ઇંગ્લેન્ડ છેલ્લા 55 વર્ષમાં પ્રથમ વખત કોઈ મોટી ટૂર્નામેન્ટની ફાઈનલ રમી રહ્યું હતું. 1966 માં વર્લ્ડ કપની જીત બાદ તેણે કોઈ મોટું ટાઇટલ જીત્યું નથી. તે અગાઉ 1990, 1996, 1998, 2004, 2006 અને 2012 માં મુખ્ય ટૂર્નામેન્ટોમાં પેનલ્ટી શૂટઆઉટમાં મેચ હારી ગયુ હતું.

Most Popular

To Top