માનવજાતનો ઉપકારક જીવ સાપને જોતાં જ આપણને બીક લાગે છે, પણ નવાઈની વાત એ છે કે 95% જેટલા સાપ ઝેરી હોતા જ નથી. ગુજરાતમાં મુખ્યત્વે 28 જેટલા સાપો જોવા મળે છે. જેમાંથી માત્ર ચાર જ જાતનાં કોબ્રા, રસલ્સવાઈપર, સોસ્કેલવાઈપર, કેટ, સાપો જ ઝેરી છે. ઘણી જાતના સાપોમાંથી હૃદયની બિમારીની દવાઓ બને છે. તેનાથી વધુ ઉપયોગી તો દુનિયાભરમાં જે અનાજ પાકે છે તેમાંથી વીસ ટકાથી વધુ તો ઉંદર અને અન્ય જીવો ખાઈ જાય છે અથવા બગાડે છે, પરંતુ સાપ સતત ઉંદરનો શિકાર કરતો રહે છે. પરિણામે ઉંદરોની વસ્તી કાબૂમાં રહે છે. નાગપંચમીના દિવસે નાગની પૂજા કરી અન્ય દિવસોએ સાપ દેખાય તો મારવાની વૃત્તિ છોડી માનવજાતને ઉપકારક સાપને પણ જીવવાનો અધિકાર છે.બામણિયા – મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઉપકારક જીવ સાપ
By
Posted on