Charchapatra

‘કોરોના’ માત કી જ્ય

જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના ગંગાનગર ગામમાં કોરોના માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં નિયમિત પૂજા, આરતી તથા જ્યજ્યકાર થાય છે! આમાં ઘણાંને આશ્ચર્ય થયું હશે! પરંતુ આપણી તાસીર જોતાં એમાં નવું શું છે? કદાચ દેવી પુરાણમાં જેટલી દેવીઓનો ઉલ્લેખ નથી, એના કરતાં વધુ દેવ-દેવીઓનાં મંદિર-પૂજા વિગેરે થાય છે, દરગાહો-પાંતીઓનો પાર નથી. ‘‘વિવેક બુદ્ધિનો જરા પણ ઉપયોગ નથી. એની પાછળ વિજ્ઞાનનો કારણ-કાર્ય સિદ્ધાંત નહીં, પરંતુ ‘ભય વિના પ્રીત નહીં’ ની ઉક્તિ જ કામ કરતી હોય એવું લાગે છે. કોરોના વાયરસથી થતાં મૃત્યુના ભયે લોકો ડરાવ્યા જે ડર જ કથિત મંદિર-ભક્તિમાં પરિણમ્યો છે. આમ તો હકીકત સૌ જાણે છે. કદાચ એવું જ દશા મા, દુર્ગા મા, અંબા મા, બહુચર મા વિગેરે માતાજીઓ તેમજ સત્યનારાયણની પૂજા બાબતે પણ આ પ્રકારની માનસિકતા કામ કરતી હોય! આવા ભયથી કોઈ ધર્મ મુક્ત નથી. અંધશ્રધ્ધાળુઓની બહુમતીનાં લોકોને આતંકિત કરવામાં ધાર્મિક માન્યતાઓ પણ કામ કરે છે. વ્યારા    – ડો. ગણેશ ખોરે               – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top