Vadodara

કૃષિ કાયદાથી કંટાળીને APMCના પ્રમુખપદેથી અટોદરિયાનું રાજીનામું

વડોદરા: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિરમગામ જી. અમદાવાદ ખાતે ગુજરાત રાજય બજાર સમિતિ કર્મચારી સંઘ ગાંધીનગરની કારોબારી સભા સંઘ પ્રમુખ અજીતસિંહ અટોદરિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. સભામાં જણાવવામાં આવ્યું કે કર્મચારી સંઘની તા. 9-6-19ના રોજ મળેલ વડોદરા ખાતેની સામાન્ય સભામાં કર્મચારીઓના સહકાર તેમજ વડીલોના આશિર્વાદથી સંઘના પ્રમુખ તરીકે મારી સર્વાનુમતે બિનહરિફ વરણી કરાઇ હતી.

 પરંતુ તા. 6-5-2020ના રોજ આવેલ કૃષિ કાયદાના કારણે બજાર સમિતિની માર્કેટ ફીની આવકમાં ખૂબ જ મોટો ઘટાડો થયો છે. ઘણી બજાર સમિતિઓની આવક તો શૂન્ય થઈ ગઈ છે. ચાર જેટલી બજાર સમિતિઓ પાસે તો જમીન પણ ઉપલબ્ધ નથી. આવા સંજોગોમાં કૃષિ કાયદાના કારણે 35 જેટલી બજાર સમિતિઓના કર્મચારીઓની છેલ્લા છ માસથી પગાર બંધ થઈ ગયેલ છે.

જે માટે સંઘ દ્વારા તા. 25-8-2020 ના રોજ બજાર સમિતિના કર્મચારીઓની નોકરી તેમજ પગાર સુરક્ષિત કરવા બજાર સમિતિના કર્મીઓને સરકાર અથવા કૃષિ બજાર બોર્ડ હસ્તક સમાવેશ કરવા રજૂઆત કરી હતી. ત્યારબાદ ઘણા પ્રયત્નો કરવા છતાં 10 માસ સુધી કોઈ જવાબ સરકાર તરફથી આપેલ નથી. રાજયમાંથી 17 કર્મી કોરોનાથી અવસાન થયા છે. સંઘના માજી પ્રમુખ 70 િદવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહયા 35 લાખ ખર્ચ કર્યો હોવા છતાં જીવ બચાવી શકયા નહીં. અને બજાર સમિતિના કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે સમાવેશ કર્યા નથી.  ત્રણ માસથી નાણા વિભાગમાં ફાઈલ પેન્ડીંગ રાખી છે.

6 માસ થયા હોવા છતાં નાણાં વિભાગ તરફથી સંતોષકારક જવાબ આપ્યો નથી. આવા સંજોગોમાં શકેલ ના હોય આથી કર્મચારીના પગાર બાબતે તેમજ કર્મચારીઓના પરિવાર ને સહાય ન આપવી શકવાને કારણે મારી અંગત જવાબદારી સમજી ગુજરાત રાજય બજાર સમિતિ કર્મચારી સંઘના પ્રમુખપદેથી રાજીનામુ આપું છુ જે સ્વીકારી મંજૂર કરવા નમ્ર વિનંતી કરવામાં આવી.ત્યારબાદ રાજીનામુ  સંઘના મહામંત્રીને આપવામાં આવ્યું હતું. જે રાજીનામુ મહામંત્રી દ્વારા કારોબારી સભા સમક્ષ વાંચનમાં લેવામાં આવ્યું હતું. ત્યારબાદ મહામંત્રી દ્વારા સભા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે, પ્રમુખ રાજીનામુ મુકશે તો હું રાજીનામુ મુકુ છું ત્યારબાદ તમામ હોદેદાર કશ્પપ જાની સહમંત્રી વિશાલ પાંચાણી સંગઠન મંત્રી ગીરીશ પટેલ સંગઠન મંત્રી દ્વારા રાજીનામુ મૂકી દેવા જણાવ્યું હતું.

Most Popular

To Top