છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં વરસાદનું આગમન થતાં ઓરસંગ માં નવા નીર આવ્યા છેલ્લા એક મહિનાથી ગરમીના ભારે ઉકળાટ બાદ ગઈકાલે સાંજે આઠ વાગે વીજળીના કડાકા અને ભડાકા સાથે અચાનક વરસાદની જોરદાર એન્ટ્રી પડતાં લોકો સહિત ખેડૂતોએ રાહત અનુભવી છે આ સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા ઓરસંગ નદીમાં પુર આવ્યું હતું. મહિનાથી વરસાદ નહીં આવવાના કારણે લોકો ગરમીથી ત્રસ્ત થઇ ગયા હતા.